ઇતિહાસ

॥ શ્રી વડવાળા મંદિર - દુધરેજ ॥

ભારત દેશ સંત, સુરાઑ અને સતિઑની રમણીય ભુમી છે. આ દેશ ગંગાનો દેશ છે. આ અખંડ ભારતની રીત રહેણી, કહેણી અને ઍની સંસ્ક્રુતિ ની રીત કાંઈક અલગ છે.આ આર્યવ્રત દેશ આદી બ્રમ્હાની સ્રૂષ્ટિની રચના થી લઈને વર્તમાન ભારતની અખંડભાતીગળ ભાવભાહી અને ત્યાગ, તર્પણ અને અન્નનો અને બલિદાન, સમર્પણ અને આશરા નો મહિમા અખંડ છે.આ હિંદુસ્તાન ની પાવનધરા ઊપર આદિ શંકરાચાર્ય ભગવાન, જગદગુરુ શ્રી રામાનુજ ચાર્ય ઍવમ જગદ ગુરુ શ્રી નિમ્બાકા ચાર્ય અને જગદગુરુ શ્રી રામનંદ ચાર્ય તથા અનેક આચાર્યો ઍ ઈશ્વર ના અવતારો ઍ જન્મ લઈને આ ભારત ખંડનો મહિમા વધાર્યો છે. તો આપણે જેનો મહિમાં કવિઑ, સાહિત્યકારો અને શબ્દોના જાણકાર એવા માં ભારતના કવિઑએ અને ભજન ની અંદર જેને પોતાનું અને સદગુરુનો જ્યાં અદભુત મહિમા છે જે દેશમાં ગુરુ શિષ્ય, માતા – પિતા, ભાઈ – બહેન અને આતિથ્ય જેનું એટ્લે કે હિમાલય જેવો જેનો આવકર છે.એવા ધન્યધરા સૌરાષ્ટ્રની ને વંદુ વારંવાર.કવિઑ કહે છે કે ભારત દેશમાં જન્મ લેવો એ દુર્લભ છે. અને સૌરાષ્ટ્રમાં (કાઠીયાવાડ)જન્મ લેવો દેવો ને પણ અતિદુર્લભ છે. તો આવો જેનો આવકાર અને જ્યાં ભગવાન શ્રી દ્વારકાનાથ પણ અતિ આનંદ સહિત જ્યાં નિવાસ કર્યો એવિ રમણિય દ્વિપ એટ્લે સૌરાષ્ટ્ર ની ધરા જે ધરા ઊપરસમુદ્રનારાયણ ઘુઘવાટા કરી રહ્યા છે. જે સાગરના કિનારે શ્રી સોમનાથ, શ્રી દ્વારીકાધીશ, શ્રી નાગેશ્વ્રરમ અને નવનાથ સિધ્ધ ચોર્યાસીના જ્યાં બેસણા છે. એવો ગર્વો ગિરનાર જ્યાં અખંડ આસન રાખીનેબેઠો છે. એવી સૌરાષ્ટ્રની પાવનધરા એક સૌર્ય, બલીદાન, સાધુતા, વિરતા, ત્યાગ, સમર્પણ અને અન્ન નો જ્યાં અખંડ મહિમા છે એવી ધિંગી ધરા ઝાલાવાડ્ની રમણીય ભુમી માં આવેલું સમસ્ત ભારતવર્ષનારબારી, માલધારી સમાજનું શ્રધ્ધા,આસ્થાનું કેન્દ્ર છે. એવા દુધરેજ્ધામ ના પાવનકારી ઈતીહાસનો તો ચાલો આપણે મનભરી પ્રેમથી અવલોકન કરીએ.
વિ.સં. ૧૫૯૫
સમાધિસ્થ
શ્રી નિલકંઠ્દાસજી મહારાજ
શ્રી નિલકંઠ્દાસજી મહારાજ
જગતગુરૂ ભગવાન શ્રી રામાનુજચાર્યની ઉજળી પાવન, પવિત્ર, પરંપરામાં એક અખંડ નિયમ, નિષ્ઠા, ત્યાગ, જ્ઞાન અને મુર્તિમંત, સગુણ ઊપાષક શ્રી નિલકંઠ્દાસજી મહારાજ થયા. જેમણે સમગ્ર ભારતખંડ નો મહિમા ગાયો અને માણ્યો, જે સત્પુરૂષે ભજન અને તપસ્યા દ્વારા શ્રી દુધરેજ ધામની ઊજળી પરંપરાના પ્રથમ યતિ વર્ય થયા જેણે ઊતરાખંડ્ની જે દેવભુમીમાં જ્યાં ભાગીરથી ગંગા અવિરત પ્રવાહિત છે. એવો પવિત્ર ગંગોત્રી ના માર્ગમાં ઉતરકાશી આવેલું છે તે પવિત્ર ગંગાના પ્રવાહમાં ભજન અને ભગવત સ્મરણ કરી અને પોતાના આજ્ઞાંકિત શિષ્ય સ્વામી શ્રી રઘુનાથદાસજીને દિક્ષીત કરીને ગુરૂ અને સાધુ, સંતો અને મહાત્માઓ શું કરવાનું અને ક્યા માર્ગે આ સંસારના ભુલા પડેલા માનવીઓને સદમાર્ગે વાળવા માટેનો ઉપદેશ આપીને સ્વામિ શ્રી નિલકંઠ્દાસજી મહારાજ ગંગાજી નાં પવિત્ર પ્રવાહ માં જળસમાધી લીધી.આવા પાવનકારી જેનું નામ લેવાથી આપણ ને જ્ઞાન, ભકિત અને વૈરાગ્ય પ્રાપ્ત થાય એવા સદગુરુ શ્રી નિલકંઠ્દાસજી મહારાજ ના શ્રી ચરણોમાં સત્ સત્ પ્રણામ…………
ગાદીસ્થ – વિ.સં. ૧૫૯૫
સમાધિસ્થ – વિ.સં. ૧૬૪૫
ૠષિવર્ય શ્રી રૂગનાથદાસજી મહારાજ
સદગુરૂ શ્રી નિલકંઠ્દાસજી મહારાજની અનુપમ આજ્ઞાનું પાલન કરનાર શ્રી સદગુરુ રઘુનાથદાસજી મહારાજનું જન્મસ્થળ ઊતરાખંડ્ની પાવનધરા જ્યાં ગંગાનો ધીરગંભીર પ્રવાહ શાંત રીતે પ્રવાહિત છે.જેને અત્યારે ટિહરી ગઢ્વાલ તરીકે ઑળખવામા આવે છે.એવા પ્રદેશ નું ગંગા કિનારે પંખીના માળા જેવડું ગામ એટ્લે ધરાસુચ્ટ્ટીમાં બ્રામ્હણ જ્ઞાતિ માં જન્મ થયેલો. સદગુરૂ શ્રી રઘુનાથદાસજી મહારાજ ભારતવર્ષ નો પ્રવાસ એટ્લે કે શુભયાત્રા કરતાં – કરતાં ધિંગીધરા જ્યાં મુંગા પક્ષીઓ પણ વિશ્રામ લે એવિ પુણ્યભુમી ઝાલાવાડ્ની ધરામાં પવિત્ર ઝિંઝુવાડાના રણ ની અંદર ગુરૂ મહારાજની આજ્ઞા અને ક્રુપાથી સમાધી લગાવિને ધુણૉ ધખાવ્યો.અને અલખ જગાવ્યો.કંઈક નરનારી ને શ્રી રામાયણ, શ્રીમદ ભાગવત એવમ વેદ ઊપનીષદ અને ગહન ગ્રંથોનો પાવન ઊપદેશ આપીને કઈક જીવઆત્માઓને સદમાર્ગે જે માર્ગે રામ, કુષ્ણ, ૠષિ મુનીઓ અને આપણા અવતારો ચાલ્યા તે માર્ગે જવા માટે શ્રી સદગુરુ રઘુનાથદાસજી મહારાજને નમન કરીને પોતાની દિક્ષા અને કંઠી બાંધીને પરમ, વૈષ્ણવ જેવી ઊજળી પરંપરામાં સાધુ થવા માટૅ મંગલ પ્રાર્થના કરીને દંડ્વત પ્રણામ કર્યા.અને આંખમા દડ દડ કરુણાનાં આંસુ સરી પડ્યા.આ યુવાન નું નામ હતુ પંડિત વર્ય શ્રી યાદવ દાસજી મહારાજ.દિક્ષિત થયા એવા ઋષિવર્ય શ્રી યાદવદાસજી મહારાજ ગુરૂની ક્રુપાથી અવિરત સત્સંગ પ્રવાહની સરીતા પ્રવાહિત કરતા રહયા.સદગુરૂ શ્રી રઘુનાથદાસજી મહારાજના પુર્ણ જ્ઞાન આપિને ઊતરાખંડ્ની દેવભુમી એવા ઉતરકાશીમાં આવીને ગુરૂવર્ય શ્રી નિલકંઠ્દાસજી મહારાજ ને તથા ઠાકોરજીને યાદ કરીને શ્રી ભાગીરથી શ્રી ગંગાજીમાં જળ સમાધીષ્ઠ થયા.યોગીવર્ય શ્રી રઘુનાથદાસજી મહારાજના શ્રી ચરણો માં કોટી કોટી પ્રણામ……………
ગાદીસ્થ- વિ.સં. ૧૬૪૫
સમાધિસ્થ – વિ.સં. ૧૬૯૦
સંતવર્ય શ્રી યાદવદાસજી મહારાજ
3.yadavsvami
સંત શિરોમણી શ્રી યાદવદાસજી મહારાજ અખંડ નામ, અખંડ કિર્તન, અખંડ ધુણા ઊપર અગ્રિ પ્રજ્વલીત અને જીલેશ્વર પવિત્ર સરોવરના કિનારે અખંડ આસન રાખીને વર્ષો સુધી અખંડ ભજન કરીને ઝીંઝુવાડા ના રણને સ્વર્ગ સમાન બનાવિને ધુણાનો મહિમા વધાર્યો સદગુરૂ શ્રી યાદવદાસજી મહારાજ પાવન તપસ્વી, જ્ઞાની અને ભજનાનંદી સાધુ પુરૂષ હતા. એવા યોગી શ્રી ના ચરણોમાં લાખ લાખ વંદન.
ગાદીસ્થ – વિ.સં. ૧૬૯૦
સમાધિસ્થ – વિ.સં. ૧૭૮૬
પરમ વંદનિય યુગ પુરૂષ સદગુરૂ શ્રી સષ્ટ્પ્રજ્ઞ સ્વામીજી મહારાજ

ઝાલાવાડની પાવન આ રમણીય ધરામાં પવિત્ર ઝાલાવંશનો ઈતિહાસ અનુપમ છે શ્રી ઝાલાવંશ ના મુગુટ્મણી શ્રી હરપાલદેવનું નામ સાંભળતા આપણને અતિ આનંદ થાય છે કે જે મકવાણા રાજવંશ ની રક્ષા કરી એટ્લે કે ઝાલા રાજ વંશી કહેવાણા ઝાલાવાડ્ના અનેક રાજાઑ થયા તો ચાલો આપણે જઈએ ઝીંઝુવાડાના રાજવંશમા મહારાજ યોગીરાજસિંહજી મહારાજનાં આજ્ઞાકિંત રાજરાણી, મહારાણી શ્રી ગંગાબાઈ ના ઊદર થકી શ્રી શામતસિંહજી અને અમરસિંહ્જી અને બિજા ત્રણ ભાઈઓ અને એક બહેને અવતાર લીધો.શ્રી સામતસિંહજી અને અમરસિંહજી જ્યારે જન્મ લીધો ત્યાર થી એની રીત – ભાત, રહેણી – કહેણી અને આસન કઈક ૠષિતુલ્ય હતાં.સમય જતાં વાર લાગતી નથી અને બંન્ને ભાઈઓ યુવાન થયા.એક દિવસ ના સમયમાં બન્ને ભાઈઓ વનની વાટ પકડે છે.

વનમાં મ્રૂગલાઓ અને અસ્વ પર સવાર થઈ જ્યાં સદગુરુ શ્રી યાદવદાસજી મહારાજનો જ્યાં રણમા આશ્રમ હતો ત્યાં બન્ને ભાઈઓ હરણ નો શિકાર કરે છે.અને જેવો હરણનો શિકાર કર્યો તે ઝિલેસ્વર કુંડ યોગી ૠષિ શ્રી યાદવદાસજી મહારાજનો આશ્રમ હતો.બંને ભાઈઓ ના તીર વાગવાથી નિર્દોષ મ્રુગ સદગુરૂ શ્રી યાદવદાસજી મહારાજના આશ્રમમાં પ્રાણ છોડે છે. તે સમયે ગુરુવર્ય શ્રી યાદવદાસજી મહારાજ સંધ્યા, વંદન, યજ્ઞ કરીને ભગવાન શ્રી સુર્યનારાયણ ને અર્ધ આપવા માટે પોતાની કુટીયા ની બહાર આવે છે ભગવાન ને જળ અર્પણ કરે છે ત્યારે શ્રી યાદવદાસજી મહારાજ ની નજર જીવન મરણ ની વચ્ચે ઝોલા ખાતા મ્રુગ ઊપર પડ્તા સંતની કરુણા ઊપજી. અને કહેવા લાગ્યા ઓહો……ઓહો…… આ કોણે

અમારા ગુરુમહારાજ શ્રી નિલકંઠદાસજી મહારાજની આજ્ઞાનું ઊલ્લંઘન કર્યુ. અને શ્રી યાદવદાસજી મહારાજે પોતના પુજાના ભગવાન શ્રી હરીનો પુજાપાના જળ જમણા હાથમાં લઈ ઈષ્ટ્દેવ ગુરુમહારાજના આપેલા પાવન પવિત્ર મંત્ર લઈને જળ મુત્યુ પામેલા મ્રુગ ઊપર છાંટ્તા મ્રુગ સજીવન થયું અને જેમ કાંઈ થયું ન હોય એમ તે જંગલમાં જતું રહ્યુ.આ દ્રષ્ય જોતા બન્ને રાજકુમારો શ્રી સામતસિંહ્જી અને અમરસિંહ્જી મહારાજ ત્યાંજ પોતાના હથિયાર ત્યાં જ છોડી ને સદગુરુ સંત શ્રી યાદવદાસજી મહરાજ નાં શ્રી ચરણોમાં નમન વંદન કરીને કહેવા લગ્યા કે ભાગવત અમારા ગુના માફ કરો આપતો અમારા ભગવાન છો. આપની આ સાધુતા જોઈને આપને વારંવાર વંદન કરીએ છીએ નમન કરીએ છીએ.અને અમારૂ જીવન આપના શરણૉ માં સમર્પિત કરીએ છિએ.હે ગુરૂમહારાજ આપ અમારા તારણહાર છો.આ ભવસાગરમાં ગુરુમહારાજ સિવાય કોણ તારે કારણ કે ગુરુ દેવન કા દેવ છે.આપ અમને સંતના સાધુના અને ભારતિય સંસ્ક્રુતિના આપ અમને દિક્ષા આપો. ત્યારે રાજકુમારો નાં આવા વચનો સાંભળીને શ્રી યાદવદાસજી મહરાજે કહ્યુ કે હે રાજકુમારો વૈરાગ્ય ના માર્ગો બહુ આકરા છે.આપ હજી કુમાર અવસ્થામાં છો શાધુશાહી જીવનમાં અને ભારતીય સંત પરંપરામા આવતા માટે માત પિતા ની આજ્ઞા સર્વોપરી માનવામા આવે છે.અને તમે તો બન્ને રાજકુમારો છો. રાજવિ રીત – ભાત , રહેણી – કહેણી બહુ જ ઑછી છે.તમે બંને ભાઈઑ રાજની આજ્ઞા લઈને આવો ત્યાર પછી હું દિક્ષીત અને ભાગવતી દિક્ષા, મંત્ર દિક્ષા આપું. આવુ સદગુરુ શ્રી યાદવદાસજી મહારાજે રાજકુમારો ને કહ્યું. પણ વૈરાગ્ય લાગ્યો રે ગુરુ ની વાતડીએ હાલો રે મારા ગુરુજી ની હાટ્ડીએ એ શ્બ્દોને શાકારીત કરવા માટે બન્ને રાજકુમારો શ્રી યાદવદાસજી મહરાજનાં શ્રી ચરણૉમાં નમન કરીને પોતાના મુખારવિન્દમાંથી શબ્દો બોલ્યા હે અનાથોના નાથ, હે જગતના તારણહાર આપની આજ્ઞા છે તો રાજભવનમાં જઈ અમારા માત પિતાની આજ્ઞા લઈને અમે આવિએ છીએ.ત્યાં સુધી આપ આપના આસન ઊપર જ બિરાજો.અને અહિંયાથી અમને કઈપણ છોડીને જાવતો હે ગુરુ મહારાજ ભુલ થાય તો ક્ષમા કરજો પણ આપને રામ દુહાઈ છે. અને બન્ને રાજકુમારો ઝીંઝુવાડાની રાજનગરી માં પોતાના માતા પિતા ની આજ્ઞા લેવા જાય છે

અને સાધુ બનવા માટે પોતાના માતા પિતા ની આજ્ઞા લેવા હાથ જોડી ને પ્રણામ કર્યા. આમ માતા પિયા દ્વારા બન્ને રાજકુમારો ને સાધુ બનવા માટે રજા આપવામાં આવે છે.અને બન્ને રાજકુમારો ને ધામ ધુમ થી રજા આપવામા આવી અને ગુરુમહારાજની સંત કુટીર કે જ્યાં આજે પણ અખંડ ધુણૉ છે ત્યાં પાછા ફર્યા સંત કુટીર સુધી આવતા તેમને ત્રણ દિવસ થયા અને આવિને જોયું તો ગુરુમહારાજ સદગુરુ ભગવાન ત્રણ દિવસનું અખંડ આસન લગાવિને બેસી ગયા.જ્યારે બન્ને રાજકુમારો આવ્યા તો ગુરુમહારાજને પદ્માસન પર જોયા અને બન્ને ભાઈ ઓ ગુરુ મહારાજની સનમુખ બેસી ગયા.જ્યારે ગુરુ મહારાજ સાડા ત્રણ દિવસ ની અખંડ સમાધી માંથી જાગ્રત થયા ત્યારે બન્ને રાજકુમારો ને જોઈ સદગુરુ શ્રી યાદવદાસજી મહારાજ બન્ને રાજકુમાર ના તેજ અને તિવ્ર વૈરાગ્ય જોઈ એમનું જીવન અને પુર્વ અવતારનાં કોણ તે મ્રુમ્રુક્ષો છે. તે જાણવા માટે ફરીથી ધ્યાન ની અંદર બેસી ગયા. ત્યારે શ્રી યાદવ દાસજી મહારાજને બન્ને રજકુમારોના અવતારો ની પ્રતિતિ થઈ. ઓહો………આતો અવતારી પુરુષો છે. જેણે પાંચ પાચ વખત તો અવત્તાર લઈ લીધો આતો છઠ્ઠી વખત રાજવંશ મા અવતાર લિધો છે.સમાધિ માંથી જાગ્રત બની બન્ને રાજકુમારોને પુર્વાધી મુખે બિરાજમાન કરી.પોતાના જમણા હાથ થી બન્ને રાજકુમારો ના કપાળ મધ્યે તિલક કરવામા આવ્યું અને ભારતીય વેદ સંસ્ક્રુતિ પ્રમાણે કટી સ્નાન, ભસ્મ સ્નાન અને મંત્ર દિક્ષા આપવામા આવિ અને મોટા ભાઈ રાજકુમાર શ્રી સામતસિંહજી મહારાજ નું સાધુ સાહી નામ સદગુરુ શ્રી યાદવદાસજી મહારાજે નામ શ્રી સંતવર્ય શ્રી સષ્ટ્પ્રજ્ઞદાસજી મહારાજ રાખવામા આવ્યું અને નાના રાજકુમાર શ્રી અમરસિંહજી મહારાજને મંત્રદિક્ષા આપ્યા પછી નામ સંત શ્રી અમરપ્રસાદજી મહારાજ નામ રાખવામા આવ્યું. આમ બન્ને ભાઈઓ એ સંત સમાજની ગૌરવશાળી ઈતીહાસ બનાવ્યો.સદગુરુ

શ્રી યાદવદાસજી  મહારાજે બન્ને સંતો ને આજ્ઞા આપી કે આપના પુર્વ જન્મ નાં પાંચ અવતારો ની સમાધી પવિત્ર ઊજાળો અને રળીયામણા ઝાલાવાડ પ્રદેશ માં વર્ધમાનપુર નગરીની ઊતર દિશામાં પવિત્ર દુધ જેવું નિર્મળ જે સરોવર માં જળ છે.એવો દુર્લભ સરોવરનો કિનારો છે.તો આપ રામ ક્રુષ્ણ અને શિવ નું આરાધન કરી અલખને જગાડો.ભવસાગર માં ભુલા પડેલા જીવોને સત સનાતન ધર્મ નો મહિમા સમજાવો.અને ગુરુ પરંપરા આજ્ઞાનું પાલન કરો.તમારી સંત પરંપરામાં એક થી એક સવાયા મહાપુરૂષો થશે.આવું કહી સદગુરુ શ્રી યાદવદાસજી મહારાજ સમાધિષ્ઠ ઝીંઝુવાડાની એ પવિત્ર જિલકેસ્વર કુંડ્ના પવિત્ર કિનારે સમધિષ્ઠ થયા.સદગુરુ શ્રી  સષ્ટ્પ્રજ્ઞદાસજી મહારાજ તથા અમર પ્રસદજી મહારાજ ગુરુમહારાજનું સંપુર્ણકાર્ય સંપન્ન કરીને ભારત દેશ ની શુભ યાત્રાએ પ્રસ્થાન કર્યું ગરવી ગુજરાતના પાવન તિર્થો એવા શ્રી દ્વારકાધીશ મંદિર – દ્વારકા, ગોમતી સ્નાન, ભગવાન નાગેશ્વર, જ્યોર્તિલિંગના દર્શન, ગોપી તળાવમાં સ્નાન, અને સંત સમાગમ કરતા સૌરાષ્ટ્રના પાવન એવા ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી. પવિત્ર સમુદ્ર નરાયણ ના દર્શન કરી. ગરવા ગીરનારમાં ભવનાથ ચોર્યાસી નાં જ્યાં બેસણા છે. તેના દર્શન કરી અને ગિરનાર ના અધીપતી ભગવાન શ્રી દામોદરજી ના દર્શન કરી અને દામોકુંડ સ્નાન કરી અને સિધ્ધ ગિરનાર ની પરીક્રમા કરી સુર્યકુંડ્માં સ્નાન કર્યું.ત્યાર પછી ભગવાન શ્રી દતાત્રેયજી ના દર્શન કરી શ્રી ક્રમંડ્ળ કુંડ માં સ્નાન કર્યું. ત્યાર બાદ ઊતર ગુજરાતમાં ભગવાન કપિલ પ્રભુએ અવતાર લઈને માત દેવિહુતી ને સાંખ્ય, શાશ્ત્ર જેણે ઊપદેશ આપ્યો. એવા સિધ્ધપુર માં પાવન સરસ્વતી અને બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. ત્યાંથી બન્ને મહાપુરુષોએ ભગવાન શ્રી દ્વારકાધીશ ની જન્મભુમી એવા ગોકુળ , મથુરા, શ્રી ધામ, વ્રુંદાવન, બરસાના, યમુનાજી સ્નાન અને ગિરિરાજ ગોવર્ધન ની પરીક્રમા કરી. ત્યાં થી સંતોનો સત્સંગ કરતા ગયાજી ક્ષેત્રમાં ગયાં.ત્યાં કશી

વિશ્વનાથના દર્શન કર્યા. ત્યાંથી ચિત્રકુટ, ભગવાન કાદમગીરીના દર્શન કરી બન્ને મહાપુરુષો ભારતીય ભુમીના પવિત્ર ધમોનાં દર્શન કરતાં.ઊતર ભારતની માયાપુરી એટ્લે કે હરીદ્વારમાં બન્ને મહાપુરુષો આવ્યા.દક્ષમંદિર દર્શન અને ત્રણ શકિત પીઠો જેવી કે મનસાદેવી, ચંડીદેવી અને માયાદેવીના દર્શન કર્યા.ત્યાર બાદ ગુરુમહારાજ પોતાના નાના ભાઈ સાથે ગોષ્ઠી કરતાં કરતાં ગંગા સ્નાન કરી જ્યાં ભગવાન શ્રી સુર્યનારાયણ ની દીકરી એવા શ્રી યમનોત્રી ના દર્શન કર્યા ત્યાંથી ગંગોત્રીનો માર્ગ લીધો.ગંગોત્રિ જેવા પવિત્ર ધામ ના દર્શન સ્નાન કરી જ્યાં ગંગાજી નું મુખ છે એવા ગૌરીકુંડ મા સ્નાન કરી ભગવાન શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી આ મ્રુત્યુલોક ની પંચાયત શ્રી બદ્રીનાથ ના દર્શન કર્યા અને અલકનંદામા સ્નાન કર્યું.પવિત્ર ઊતર ભારતની યાત્રાકરતા ભગવાન શ્રી જગન્નાથ પુરીના દર્શન કરી શ્રી રંગનાથ અને શ્રી સેતુબંધ રામેશ્વરનાં દર્શન કરી શ્રી અયોધ્યા ની અંદર બન્ને મહાપુરુષો પધાર્યા પવિત્ર સરયું નદીમાં રામઘાટ પર સ્નાન કરી ભગવાન શ્રી કનક બિહારીજી ના દર્શન કરી અને હનુમાન ગઢી શ્રી હનુમાનજીના દર્શન્ન કર્યા ઘણા સમય સુધી શ્રી રામ રામાયણ શ્રીમદ ભગવદ ગીતા વગેરે કથા અને સત્સંગ કરતાં સમય જતાં વાર લાગતી નથી અને એક સમયે સદગુરુ સ્વામી શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ સવારના પ્રાતઃ સમયે ચાર વાગ્યે રામઘાટ પર સ્વયં ભગવાન શ્રી રામ લક્ષમણ અને જાનકી સહિત સદગુરુ સ્વામી શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ ને દર્શન આપ્યા અને ભગવાન શ્રી રામે અને શ્રી જાનકીજી પોતાના સ્વ. હાથે ગુરુમહારાજના ભાલમાં તિલક કર્યું અને ભગવાન સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ ને એક વડ્નું દાતણ પ્રસાદી રૂપે આપી અને  ભગવાન સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજને દર્શન આપી અંતર ધ્યાન થયા ત્યાર બાદ ગુરુમહારાજ જાગ્રુત થઈ રામઘાટ માં સરજુ સ્નાન કરી ડાકોરજી ને હદય ધરી નાનાભાઈ શ્રી અમરપ્રસાદજી મહારાજ ને કહે કે હવે આપણે આપણા આશ્રમ માં જવાનું માર્ગ લઈએ.આમ ગુરુ મહારાજે અયોધ્યાથી દુધરેજ આવવા માટે પ્રસ્થાન કર્યું.દોઢ મહીનો વિતી ગયો અને ગરવી ગુજરાતમાં બાપુએ મંગલ પ્રવેશ કર્યો તે ઊતર ગુજરાત નું પંખીના માળા જેવડું ગામ એટ્લે કે અત્યાર નું ચાણસ્મા ની અંદર બાપુ એ સવારમાં પ્રવેશ કર્યો.ત્યારે

ચતુર્માસનો મંગલપ્રારંભ સંતો સાડા ચાર માસ એકાસને રહીને રહીને પુજાનું ભજન કરે આમા સાડા ચાર માસ વિતીગયા અને બાપુ ચાણસ્મા રહીને  જ્યા રોકાયા તે રબારી સમાજ ના દિકરા શ્રી લાઘા રબારી એ બાપુ શ્રી ની સેવા કરી આમ ચતુર્માસ પુરા થતા બાપુએ નિજ આશ્રમ જવા વિચર્યું બાપુ પાસે અયોધ્યાથી લાવેલું ભગવાન સ્વયં શ્રી હરીએ આપેલું વડલાનું દાતણ જેને ૬ મહીના નું વડ્લાની ડાળનું ચીર લઈ અને સદગુરુ ભગવાન શ્રી સષ્ટ્પ્રજ્ઞદાસજી મહારાજ અત્યાર નું જે જગ પ્રસિધ્ધ શ્રી વડવાળા મંદીર દુધરેજ જ્યાં છે ત્યાં અંતિમ દિવસ ની મધ્ય રાત્રીએ એટ્લે કે ફાગણ સુદ – ૧૪ થી મધ્ય રાત્રીએ બાપુ નિજ આઆશ્રમ આવ્યા સવારે શ્રી સષ્ટ્પ્રજ્ઞદાસજી મહારાજે ૬ મહીનાની વડલાની દાતણ ની ચીર ફાગણ સુદ પુનમ અને સોમવાર સુર્યનારાયણ ના કિરણો ધરતી ઊપર પડ્યા. બાપુએ દાતણ ના બે ભાગ કરીને આ ધીંગીધરા પર રોપ્યા.એ સમયે માલધારીની દિકરીઓ શ્રી જશોદાબેન અને હિરલબેન બન્ને માથે દુધના બેડા ભરેલા હતા અને દુધ આપવા માટે અત્યાર નું વઢવાણ અને ત્યાર નું વર્ધમાનપુરી નગરી કહેવાતું હતું ત્યાં દુધ આપવા માટે જઈ રહ્યા હતા બાપુએ બન્ને બહેનો ને કહ્યું બહેન આને દુધ રેડ એટ્લે બાપુના આ શબ્દો એ જ દુધરેજ ધામ.૬ મહીનાના વડ્લાના દાતણના ચિરને રોપવામાં આવ્યું અને દુધ પાયા એ દિવસ હતો પવિત્ર ફાગણ સુદ – પુનમ અને બિજા દિવસે એટ્લે કે જેને ધુળેટી તરીકે આપણે માનીએ છીએ તે દિવસે આ વડ્લાને ત્રણ પાન આવ્યા અને આ વડ નીચે સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજે શ્રી રામ, શ્રી ક્રુષ્ણ અને ભગવાન શિવની સ્થાપના કરી મેઈન પ્રતિક આપણું વડ એના નિચે બિરાજતા આપણા સનાતન ભારતના આરાધ્ય ઈષ્ટ ભગવાન એટ્લે શ્રી વડ્વાળા ભગવાન અને બાવન ગજની માલધારીની દિકરીઓ એ ભોળા માલધારીએ ધજા ચડાવી એજ સમસ્ત માલધારીનું શ્રધ્ધા, આસ્થા નું કેન્દ્ર શ્રી વડ્વાળા ધામ દુધરેજ સમય જતા વાર નથી લાગતી મહાપુરુષો આવે પણ આનંદ થી અને વિદાય લે ત્યારે આનંદ થી વિદાય લે છે. સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ જ્યારે ચાણસ્મા માં અખંડ ભજન કર્યું ત્યારે તેમની સેવામાં શ્રી લાઘા રબારી નામનો રબારીનો દિકરો સેવા કરતો હતો . જ્યારે સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ ચાણસ્મા માં હતા ત્યારે મધ્ય રાત્રી એ લાઘા રબારીએ બાપુને કહ્યું કે આપ મારું સર્વસ્વ છો આપની આજ્ઞા હોય તો હું આપના આશ્રમ માં આવું અને આપ મને આપના દાસ તરીકે સ્વીકાર કરો એ આ લાઘા રબારી ની અંતઃકરણ ની પ્રાર્થના છે. આવા નિર્દોષી શબ્દો સાંભળી ને સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ બોલ્યા હે લાઘા જ્યારે તારી જયારે તારી જરુર પડ્શે ત્યારે હું તને આદેશ આપું ત્યારે જરુર દુધરેજ આવજે એ મારી આજ્ઞા છે. સમય જતાં વાર નથી લાગતી સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ ૧૧૮ વર્ષ પુર્ણ કરી સમાધી લેવાનો નિર્ણય કરે છે અને સ્વપ્ન માં લાઘા રબારી આદેશ આપ્યો કે હવે તારી દુધરેજ જરુર છે આ મારી ગુરુ આજ્ઞા છે.લાઘા રબારી એ જે સવારે સ્વપ્ન આવ્યું તેની સમસ્ત નેહડાની અંદર જાણ કરી કે મારા ગુરુ મહારાજ મને બોલાવે છે તો આપ સૌ રબારી સમાજ મને રજા આપો.ત્યારે ત્યાં ના રબારી સમાજે થોડું અવિવેકી વર્તન કર્યું અને બોલ્યા કે જેને બાવો બનવો હોય તેને કોણ રોકે પણ લાઘો રબારી બોલ્યા કે હું મારા ગુરુ મહારાજ પાસે જાઊ છું.પણ મારી પાછડ આવે તેને રોકશો નહી આવું કહી લાઘા રબારી એ  ચાણસ્મા ધરામાંથી વિદાય લીધી જેની સાથે બે ગાયો નીકળી જેના નામ અનુક્રમે (૧) રૂપેણ (૨) રાંગણ આ બે પવિત્ર ગાયો નું વંશ અત્યારે શ્રી વડવાળા ધામ – દુધરેજ માં ૩૦૦ ગાયો છે.શ્રી લાઘા રબારી શ્રી દુધરેજ ધામ માં આવે છે

સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ લાઘા ને જોતા રૂડો આવકાર આપે છે અને ભગવાન શ્રી વડ્વાળાન સાનીધ્ય માં ભગવતી દિક્ષા આપવામાં આવે છે અને લાઘા રબારી માંથી શ્રી લબ્ધરામજી મહારાજ મહારાજ નામ આપવામાં આવે છે.આવા સાધુ પુરુષ ને શ્રી વડ્વાળા મંદિર દુધરેજ ધામના રબારી સમાજ ના પ્રથમ સંતાન ને ગૌરવશાળી ગુરૂગાદીના વટ્પતિ પીઠાધીશ્વર તરીકે સ્થાપવામાં આવે છે. અને સમય જોઈ ગુરુ મહારાજ સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજે પવિત્ર વૈદ જીવો ને તરવાની નૌકા છે. ગુરુમહારાજે શ્રી સઠાજી બાપુએ શ્રી લાઘાબાવા અને સમગ્ર સંત સમાજને જણાવ્યું કે હવે કરો મારી સમાધી ની તૈયારી ત્યારે સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજે શ્રી લબ્ધરામદાસજી મહારાજને રુડા હદય થી આશીર્વાદ આપ્યા. હે લબ્ધરામજી આ વડ્ગાદી ઊપર જે જે પુરુષો આવશે તે એક એક થી ચડીયાતા થશે અને કળીકાળ માં આસ્થાન નો રોટ્લો જગપ્રસિધ્ધ થશે. પણ હે લબ્ધરામજી મહારાજ જીવન માં સત્યના માર્ગે ચાલજો, જીવમાત્ર પર દયા રાખજો અને અન્નનો મહીમા અપરંપાર રોટ્લો આપીને રાજી થાજો.ભજન ના ભોગે કોઈ પણ કાર્ય કરશો નહી. શ્રી વડવાળા ભગવાન સદૈવ હાજર રહેશે એ અમારા હદયના આશિર્વાદ છે.આવો ઊપદેશ ગુરુ મહારાજે શ્રી લબ્ધરામજી મહારાજને આપ્યો અને સતગુરુ વર્ય શ્રી સષ્ટ્પ્રજ્ઞદાસજી મહારાજ જીવીત સમાધી લઈ રહ્યા છે તેવા સમાચાર સમગ્ર કચ્છ, કાઠીયાવાડ અને ગુજરાત માં ફેલાતા સૌ દુધરેજ ગામ પ્રત્યે માનવમહેરામણના ટોળેટોળા ઊમટી પડ્યા પણ તે સમય માં દુધરેજ ધામ નામદાર શ્રી વઢવાણ રાજ ની હદમાં હતું એટ્લે વઢવાણ રાજવી પણ કહેવા લાગ્યા હે મહારાજ આપ શા માટે જીવીત સમાધી લઈ રહ્યા છો ત્યારે  શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ બોલ્યા હે રાજન સંતો ની રીત અનોખી છે સંત સદૈવ છે ગીતામાં ભગવાન શ્રી ક્રુષ્ણ બોલ્યા હે અર્જુન આત્મા અજન્મા છે. એ જન્મતો નથી અને મરતો પણ નથી. પરીવર્તન એ સંસાર નો નિયમ છે ત્યારે વઢ્વાણ રાજવી બોલ્યા હે મહારાજ હજુ સુધી મારા રાજ્યમાં કોઈએ જીવીત સમાધી લીધી નથી માટે આપ દયા અને કરુણા કરો ત્યારે  શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ બોલ્યા હે રાજન આ તો મારો છઠ્ઠો અવતાર છે. પાંચ પાંચ અવતારની મારી સમાધી આ દુધરેજ ધામ ના પવિત્ર સરોવર ના કિનારે પવિત્ર વડવ્રુક્ષ ની છાંયામાં તથા મારા આરાધ્ય ભગવાન શ્રી વડવાળા ના સાનિધ્યમાં મારી પાંચ પાંચ સમાધિ મોજુદ છે. ત્યારે વઢવાણ રાજવી બોલ્યા હે મહારાજ સંતો ના શબ્દો તો વેદના વાણી છે પણ પ્રમાણ હોય તો સૌ કોઈ માને ત્યારે  શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજે કહ્યું લ્યો આ મારું પ્રમાણ. પહેલી સમાધિ નું પ્રમાણ છે ધ્યાન પાવડી જે મારા પહેલા અવતાર માં ધ્યાન કરતો ત્યારે આ પાવડી પર બેસતો , બિજુ પ્રમાણ આ અઢાર પારા નો બેરખો જે મારા બિજા અવતાર ઘણા વર્ષો સુધી આ બેરખો મારા હાથ માં અવિરત વંદના સાથે હું ફેરવતો. આ બેરખો અત્યારે શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ માં મોજુદ છે.એનો મહીમા એ      છે કે માણસ થી માંડીને પશુ સુધી કોઈને પણ હડકાયું કુતરું કરડે તો દવા લીધા સીવાય રવિવાર અને મંગળવારના દિવસે પવિત્ર ગંગાજળ માં બેરખા ને ધોઈ સમાધી ની પરીક્રમા કરી બેરખાને છાસમાં બોળી પુર્વાધીમુખે રાખીને કોઈ પણ જીવને પાવામાં આવે તો તેને હડકવા જેવા ભયંકર દર્દમાંથી મુક્તિ અપાવે છે એના અસંખ્ય પુરાવા છે. ત્રીજી સમાધી નું પ્રમાણ એટ્લે ભગવો અંશળો (કાપડ) જે સંતો પ્રસાદી રૂપે શ્રી વડવાળા મંદીર દુધરેજ ની તમામ સંત પરંપરા પોતાન મસ્તક ઊપર ભગવી પાઘ બાંધે છે. ચોથું પ્રમાણ એ અક્ષય પાત્ર જ્યા અન્નદાન નો મહીમા અપરંપાર છે.પાંચમું પ્રમાણ અખંડ જ્યોત જે અત્યારે શ્રી વડવાળા ધામ સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજના ચૈતન્ય સમાધી ઊપર અવીરત પ્રજવલિત છે.એટ્લે દુધરેજ ધામ ના શ્રી વડવાળા ને જાગતી જ્યોતનો ધણી કહેવામાં આવે છે.અત્યારે સમગ્ર કચ્છ, કાઠીયાવાડ, સૌરાષ્ટ્ર સૌ કોઈ જ્યોતના ઘી ની બાધા રાખે છે. જે કોઈ ઘી આ જ્યોતમાં અવિરત પણે મોકલે છે તેને ત્યાં ગુરુમહારાજ દુધ કે ઘી કોઈ દિવસ ખુટ્તા નથી એવા અસંખ્ય પ્રમાણો છે. ગુરુમહારાજ  શ્રી સષ્ટ્પ્રજ્ઞ મહારાજ સૌને મંગલ આશીર્વાદ આપીને સમાધીષ્ટ થયા ત્યારે આકાશ માંથી ચંદન ની વર્ષા થઈ. ધન્ય ધરા ઝાલાવાડ ની ધન્ય છે.ધન્ય છે દુધરેજ ધામ ધન્ય  શ્રી સષ્ટ્પ્રજ્ઞસ્વામીજી ના વંશને ધન્ય છે શ્રી લબ્ધરામ યુગ પુરુષ દુધરેજ સંસ્થાના મુળ પુરુષના ગુરુમહારાજ શ્રી  સઠાજી બાપુના શ્રી ચરણો માં અમારા અનંત અનંત કોટી પ્રણામ……………….

ગાદીસ્થ – વિ.સં. ૧૭૮૬
સમાધિસ્થ. વિ.સં. ૧૮૧૫
સદગુરુ શ્રી લબ્ધરામદાસજી મહારાજ

ગુરુવર્ય શ્રી લબ્ધરામદાસજી મહારાજ નું પુર્વ આશ્રમનું એટ્લે કે જન્મભુમીનું ગામ દાસદ જિલ્લો પાટ્ણ ઊતર ગુજરાતમાં રબારી સમાજમાં સુચલ સાખમાં બાપુનો જન્મ થયો. અજાન બાહુ અને ધર્મ મહિ જીવન જીવનાર દેવ પ્રત્યે અર્થાત આસ્થા, શ્રધ્ધા અને ભક્તિ રાખનાર તિવ્ર વૈરાગી મહાપુરુષ હતા. યુગપુરુષ સદગુરુ શ્રી સષ્ટ્પ્રજ્ઞદાસજી મહારાજ સમાધિષ્ટ થયા.પછી દુધરેજ વડવાળા મંદિર ની સંપુર્ણ જવાબદારી પુજ્ય બાપુના શિર પર હતી.બાપુએ ચૌદ પરગણા ને વિહોતર નાત નાં સમાજમાં ફરી ફરી અઢાર પ્રજ્ઞાચક્ષુ (સુરદાસ) એકત્રિત કરીને પરમ સાધુતાના સંસ્કાર આપી ભજનાનંદી સંતો બનાવિને દિક્ષા આપેલી પરમ પુજ્ય બાપુ પોતે એક દેખતા અને અઢાર પ્રજ્ઞાચક્ષુને લઈને પોતે દેશ – દેશાંતરમાં ધર્મનો મહિમા કહેતા.એક દિવસના અર્શામાં પુજ્યબાપુ શ્રી લબ્ધરામદાસજી મહારાજ ઊતર ગુજરાતની ગુણીયલ ભુમી એવા ચુંવાળ દેશમાં નદીશાળા ગામમાં સંતો સહીત પધારેલ કારણ કે નદીશાળા ગામ પુજ્યબાપુ શ્રી લબ્ધરામદાસજી મહારાજનું પુર્વાશ્રમ નું મોસાળનું ગામ હ્તું.રાત્રીએ ભોજન કાર્ય સંપન્ન કર્યા પછી સત્સંગ અને ભજન પુજ્યબાપુ દ્વારા સંતોએ રૂડો સત્સંગ કર્યો.અને સમય થતાં સૌ આરામ ની અંદર ગયા.પુજ્યબાપુ શ્રી લબ્ધરામદાસજી મહારાજ મધ્યરાત્રી ના સમયે હાથમાં તુલસીની માળા લઈને સદગુરુ ભગવાને આપેલા દિક્ષીત મહામંત્રનું જપ કરી રહ્યા હતા. તે સમયે પુજ્ય બાપુના કાનમાં ભુવા ધુણતા અને ભુવાજી એનો અવાજ સંભળાયો.પુજ્યબાપુ શ્રી લબ્ધરામદાસજી બાપુના મામા શ્રી રામજીભાઈ ખટાણાને એમના ભુવાજી કહેતા હે રામજી ખટાણા તમારે આજ અહી પણ સાત જનમમાં સંતાન સુખ નથી.આવા શબ્દો સાંભળીને પુજ્યબાપુ શ્રી લબ્ધરામદાસજી મહારાજ જ્યાં ભુવાજી ધુણતા હતા ત્યાં ગયા અને સાધુતાની દિનતા ભાષામાં બોલ્યા હે ભુવાજી કોણ ખટાણા કુટુંબની કુળદેવી બોલે છે કે આપ પોતે બોલો છો ? ત્યારે ભુવાજી બોલ્યા હે મહારાજ હા હું પોતે માતા બોલું છું. ત્યારે સંતની કરૂણા ઊપજી અને વડ્વાળા ને સાક્ષી રાખીને પુજ્યબાપુ શ્રી લબ્ધરામદાસજી મહારાજ બોલ્યા હે રામજી ખટાણા જાઓ તમને ભગવાન શ્રી વડવાળા દિકરો આપશે તમારૂં વાંજીયા મહેણું મારો દુધરેજ નો નાથ ભાંગશે. આવા બાપુના ઊદગાર સાંભળીને રામજી ભાઈ ની આંખમાં હર્ષ ના આંસુ આવ્યા પણ રામજી ભાઈ ના પત્નિએ બાપુને કહ્યુ બાપુ અમારી જાતી જિંદગી મા એક દિકરે દિકરાવાળા નહી અને સો રૂપિયે રૂપિયાવાળા નહી. આવા શબ્દો સાંભળીને પુજ્યબાપુ શ્રી લબ્ધરામદાસજી મહારાજ બોલ્યા હે રામજી ખટાણા એક દિકરો મારો દુધરેજનો દેવાધીદેવ શ્રી વડવાળા ભગવાન આપશે. અને બિજો દિકરો તમારાં કુળદેવી શ્રી ક્ષેમકલ્યાણી માતા આપશે.એક સાથે નવ માસે બેલડાના દિકરાનો જન્મ થાય તો માનજો કે વડ્ગાદીનો એક સાધુ પુરુષ બોલ્યા હતા. આવા રૂડા આશિર્વાદ આપી પરમપુજ્યબાપુ શ્રી લબ્ધરામદાસજી મહારાજ સંતો સહીત નદીશાળા ગામથી વિદાય લીધી. સમય જતા વાર નથી લાગતી.નવ માસે નદીશાળા ગામમાં રામજી રબારીને ત્યાં એમના ધર્મપત્નિ ના ઊદર થકી બે દિકરાના જન્મ થયા.બન્ને ના ડાબા અને જમણા હાથ પર દેવોના નિશાન હતા અને રામજી ખટાણાએ બન્ને પુત્રના છ મહિના પુરા થતાં સમસ્ત ચૌદ પરગણા ની વિહોતર નાતને નિમંત્રણ આપ્યા.દ્વારકા થી છેક દક્ષીણ ગુજરાત અને ગરવી ગુજરાત સમગ્ર કચ્છ, કાઠીયાવાડ અને વિરભુમી રાજસ્થાન સહિત રબારી નાતને આમંત્રણૉ અપાણા. અને આ મેળાવડા નું નામ રાખ્યું કાનવરો. કાનવરાનો અર્થ થાય છે કે જ્યાં સુધી રબારી નો દિકરો કાને સાંભળે ત્યાં સુધી આ અવસર સૌ ને વાયક આપે. શ્રી નદીશાળા ગામમાં રૂડા મંડ્પ રોપાણા વિહોતર નાતનો ગંગા જેવો પ્રવાહ, સાગર જેવો રબારી સમાજનો મહેરામણ ઉમટ્યો. ત્યારે રામજી ખટાણાએ બારોટ દેવના ચોપડે નામ લખવાનું અને પોતાના બન્ને દિકરાને ગુરુમંત્ર અને સદગુરુ કંઠી બાંધવા માટે શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામનાં અધિપતિ યોગીરાજ શ્રી મહંતશ્રી લબ્ધરામદાસજી મહારાજને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું.ત્યાર પછી દિવસ નજીક આવ્યો જે પ્રસંગની રાહ હતી તેનો સુરજ ઊગ્યો અને સમસ્ત રબારી સમાજ વચ્ચે શ્રી લબ્ધરામદાસજી બાપુને ધામ ધુમ થી સામૈયું અને સ્વાગત કરવામાં આવ્યું. પુજ્ય બાપુ એ સમસ્ત વિહોતર નાતને નિતી, નીયમ , ધર્મ અને પોતાની જ્ઞાતિનું ગૌરવ જાળવવા રૂડા આશીર્વાદ આપ્યા. સૌ રબારી સમાજ આનંદિત થયા અને શ્રી વડ્વાળા મંદિર દુધરેજ ધામ ને આપણા ઘરે દર વર્ષે આવા ગુણીયલ સંતો આવે એવો સૌ વિહોતર નાતનો ભાવ જાગ્રત થયો અને સૌએ નાતે શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ ને ગુરુદ્વારા તરીકે ગુરુ સ્નાન તરીકે સ્વીકારવામાં આવ્યું. સૌ પરગણા વાર દુધરેજ જગ્યાને કઈંક વર્ષાસન બાંધવામા સૌ દુધરેજ વડ્ગાદીના આચાર્ય સદગુરુ વર્ય શ્રી લબ્ધરામદાસજી મહારાજ એકદમ શાંત અને ધીર – ગંભીર થઈ ને રબારી સમાજનાં જે કોઈ આગેવાનો અને સૌ સમાજ કહે એ વાત સાંભળે પણ જુદા-જુદા મત-મતાંતરનો પુજ્ય બાપુએ ટુંકો અને ટ્ચ જવાબ આપ્યો હે ધર્મના માર્ગે હાલનાર મારી વિહોતર નાત તમને મારા હદય અને ભાવથી જય

સીતારામ, જય વડવાળા આપ સૌ ના શ્રી ધામ દુધરેજ માટે જે તમારો ભાવ એ હું માથે સ્વીકારું છું. પણ હું એક દેખતો અને મારી જગ્યામાં અત્યારે અઢાર પ્રજ્ઞાચક્ષુ છે. માટે દર વર્ષે મારા સંતો તમારા પરગણામાં અને તમારા નેહડામાં આવે ત્યારે આપ સૌ ચૌદ પરગણાની નાત તમારા ગુરુ સ્થાને વર્ષે એક રૂપીયાની ટેલ આપશો એવી મારી અંતરની ભાવના છે. પુજ્ય બાપુના શબ્દો સમસ્ત રબારી સમાજે માથે ચડાવી અને અબિલ ગુલાલ અને કંકુ – કેસરના છાંટ્ણા કર્યા. વચ્ચે પુજ્ય બાપુ બોલ્યા હે મારા વડવાળા ના વહાલા સેવકો જ્યારે જ્યારે સમય ફરે ત્યારે ત્યારે આ વડવાળાની ટેળ પરગણા ની રીતભાત અને સમજણ પુર્વક વધારજો  તમને મારો વડવાળૉ નાથ અતિ આનંદ – સુખ, શાંતિ અને સમુધ્ધી આપે એ જ જાગતી જ્યોતના ધણી અને આ પાટના ધણીની જાગતી જ્યોતની આગળ મારી સાધુની હદયની પ્રાથના તથા અંતરના આશીર્વાદ. આવા રૂડા મંગલ કાર્ય કરતાં રહો એવી મારી શુભકામનાઓ. આવો મંગલમય પ્રસંગ કરી બાપુ દુધરેજ ધામની અંદર પધાર્યા. પુજ્ય મહંત શ્રી લબ્ધરામદાસજી મહારાજ પોતાના ગુરુવર્ય સદગુરુ ભગવાન શ્રી યુગપુરુષ શ્રી સષ્ટ્પ્રજ્ઞદાસજી મહારાજને પાવન સ્મ્રુતિ ભવ્ય ભંડારો કર્યો.જેમા ભારત ખંડ્ના તમામ જાગ્રત મહાપુરુષો પધાર્યા અને વડ્વાળા મંદિર દુધરેજ ધામના યશ ની કીર્તી ગાતા પોતાના નિજ સ્થાન માં પધાર્યા અનેક સંતોને અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન વગેરે પુજ્ય બાપુએ પોતાના સદગુરુ ભગવાનની યાદમાં પ્રસંગો કર્યા. અને થોડા જ મહીનામાં કાશીના વિદ્વાન બ્રામ્હણો દુધરેજ ધામ આવે છે. અને દુધરેજ વડ્ના અને દુધલ સરોવરના દર્શન કરી ઘણા સમય સુધી આ ધર્મ જગ્યા મા રોકાય છે.અને સમય થતા એ પરમ વિદ્વાન બ્રામ્હણ બનારસ એટ્લે કે કાશી પધારે છે. વિદ્યાની નગરી એવી કાશી કે જ્યાં સ્વયં કાશી વિશ્વનાથ બિરાજે એવી ગંગાની નગરી માં શ્રી વડવાળા મંદિરના દુધલ સરોવર નું જળ જે દુધ સમાન અને જે કલ્પવ્રુક્ષ છે એવા ગુરુ મહારાજની તપશ્વ્રર્યાનું મુર્તીમંત્ર સ્વરૂપ શ્રી વડલાના પાન સુવર્ણ સમાન છે તેવું કાશીના વિદ્વાન પુરુષો માં ચર્ચા થઈ. તેનું પ્રમાણ લેવા માટે કાશીના વિદ્વાન બ્રામ્હણો દુધરેજ ધામ આવે છે.વટપતિના દર્શન કરી અને દુધરેજ ધામના મહંત મહારાજ શ્રી લબ્ધરામદાસજી મહારાજને મળે છે.પુજ્ય બાપુ એ સંપુર્ણ દુધરેજ ધામના ગૌરવવંતા ઈતિહાસ થી બ્રામ્હણોને આનંદીત કર્યા અને સવાર માં નિત્ય કર્મ સંપન્ન કરી. પુજ્ય બાપુ સરોવરનું જળ અને વડના પાન લઈ વિદ્વાન બ્રામ્હણો સાથે કાશી ની યાત્રાએ જવા પ્રયાણ કરે છે.આશ્રમની તમામ જવાબદારી પુવાન સંત શ્રી રતનદાસજી મહારાજને સુપ્રત કરી બાપુએ ભગવાન શ્રી વિશ્વનાથ નગરી એવા કાશી જવા માટે પ્રસ્થાન કર્યું અને કાશી નગરી માં પહોચી ગંગા સ્નાન કરી ભગવાન વિશ્વનાથના દર્શન કરી, વિદ્વાન બ્રામ્હણૉ ની સભામાં દુધલ સરોવર નું જળ અને પ્રસાદી ના વડના પાન સોના સમાન લાગ્યા. બ્રામ્હણો એ દુધરેજ ધામ અને વડ્વાળા નો જય જય કાર બોલાવ્યો. પરમ પુજ્ય શ્રી લબ્ધરામદાસજી મહારાજે વિદ્વાન બ્રામ્હણૉ અને નાના મોટા સૌ બ્રામ્હણો ને ભોજન અને ભેટ પિતાંબર અને ઊપવસ્ત્ર આપી અને સૌને ભોજન પ્રસાદ કરાવી ને સંતુષ્ટ કર્યા. અને સૌ ને દ્વારકાનાથ ને અને સોમનાથ ની જ્યારે કોઈ પણ બ્રામ્હણ યાત્રાએ આવો ત્યારે જરૂર દુધરેજ ધામ પધારીને અમને આતિથ્ય ની સેવાનો લાભ આપવા સૌ ક્રુપા કરશો અને પુજ્ય બાપુ સૌ ને પ્રસન્ન કરી અને વિશ્વનાથ અને ભાગીરથી ગંગાને હદયમાં રાખી ભારત વર્ષનું સંપુર્ણ શુભ યાત્રા કરી દુધરેજ ધામ ની અંદર જ્યારે પધારે છે. યુવાન સંત શ્રી રતનદાસજી મહારાજે ગુરુમહારાજ ના આગમનને અને સૌ વિહોતર નાત એક બની સંત શ્રી રતનદાસજી મહારજની પાવન આગેવાનીએ રાખીને પ.પુ. શ્રી લબ્ધરામદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું. અને પ.પુ. શ્રી લબ્ધરામદાસજી મહારાજે યુવાન સંત શ્રી રતનદાસજી મહારાજને ઊપદેશ આપ્યો કે દુધરેજ ધામ ની જે  ગુરુ પરંપરા હાલી આવે છે તેને સત વચન અને ધર્મ થી પાળજો અને પોતાની હયાતી અને હાજરી માં યુવાન સંતોની હાજરી માં તથા નાના – મોટા સૌ વડવાળા ટેલવાઓ ની ખુશી અને આનંદ જળવાઈ રહે તે ઊદેશી અને અન્ન નો મહીમા જણાવાઈ રહે તે માટે પોતાની હાજરીમાં શ્રી રતનદાસજી મહારાજ ને શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ ના મહંત મહારાજ તરીકે સમસ્ત સંત અને વિહોતર નાતની હાજરીમાં રૂડી જાહેરાત કરવામાં આવી. સમય જતાં વાર નથી લાગતી પરમ પુજય શ્રી લબ્ધરામ દાસજી મહારાજ શ્રી વડવાળાdsd નું નામ અનેsds ધ્યાન કરતાં જીવીત સમાધીષ્ટ થયા ત્યારે ગગન મંડળમાંથી ચંદન ની વર્ષા થઈ આવા યુગ દ્રષ્ટા મહાપુરુષ ના પાવન કાર્યને અમારા લાખ લાખ વંદન હો…॥ જય ગુરુ મહારાજ ॥

ગાદીસ્થ – વિ.સં. ૧૮૧૫
સમાધિસ્થ. વિ.સં. ૧૮૩૦
પ.પૂ. શ્રી ગુરુ વર્ય શ્રી રતનદાસજી મહારાજ
વડવાળા સ્થાન દુધરેજના આ પરમ વિવેક સંપન્ન મહાપુરુષ શ્રી રતનદાસજી મહારાજની જન્મભુમી દેશ પાટ્ણવાડા માં ગોવના ગામમાં પુંછલ્યા સાંખમાં જન્મ થયેલો.પુજ્ય બાપુને એમના માતા પિતા એ નાની ઉંમરમાં જ સદગુરુ શ્રી લબ્ધરામદાસજી મહારાજના શ્રી ચરણૉ માં અર્પણ કરેલા બહુ જ ગુરુ પરંપરાની મર્યાદા અને ધર્મસ્થાનમાં રૂડી રીતે સેવા અને આદર સત્કારમાં સદગુરુ રતનદાસજી બાપુને આગવી ઓળખાણ હતી. આ સિધ્ધ મહાપુરુષો યોગ સાધેલો કારણ કે યોગનો પ્રતાપ છે જ્યાં શરીર હોય છતાં પણ દુર સુધી ગમે ત્યાં જઈ શકે એવો યોગનો પ્રતાપ છે. એવી એક સત્ય ઘટના પ.પૂ. શ્રી રતનદાસજી મહારાજ ના જીવન માં ઘટી પુજ્ય બાપુ એક દિવસ પોતાના નિજ આવાસ માં બિરાજમાન હતા તે સમયે બાપુ પોતાનું નિત્ય પુજા અને ભાગવત સ્મરણ નું કાર્ય કરી બિરાજમાન હતા. અચાનક બાપુ પોતાન નિજ ઓરડા માં ગયા અને અડધા કલાક થયા પછી બહાર આવ્યા. સભામાં ત્યારે બાપુના કપડા પાણી થી ભીંજાયેલા હતા. સંતો અને સેવક સમાજે કહ્યું બાપુ આપની ઊંમર છે એટ્લે આપ કોઈ સંતને આપને જે કામ હોય તો આપ આજ્ઞા કરી શકો. પણ આમ આવી રીતે એકલા હાથે કામ ના કરો ત્યારે બાપુ બોલ્યા હે સંતો હું સ્નાન કરવા નહોતો ગયો પણ ગામ બાવળી (તા. ધ્રાંગધ્રા) ના સેવકો ની પોઠ્યું અત્યારે મહીસાગર નદીમા તણાતી હોવાથી હું મહીસાગર નદીમાં તરવા ગયો હતો. આવા પુજ્ય બાપુએ ધીર – ગંભીર રહીને આ વાક્ય બોલ્યા ત્યારે સેવકો અને સંતો કહે બાપુ આપ મહીસાગર નદીમા પોઠ્યું તારવા ગયા એનું શું પ્રમાણ. ત્યારે બાપુ બોલ્યા ભાઈઓ આપ સાડા ત્રણ દિવસ સુધી દુધરેજ ધામ ની અંદર રાહ જુઓ.આમ કહી બાપુ પોતાના નિજ ભવન માં પધાર્યા. સાડા ત્રણ દિવસે બાવળી ગામના સેવકો દુધરેજ મંદિર માં આવી અને જય જયકાર બોલાવા લાગ્યા. વડવાળા ભગવાન કી જય, સદગુરુ શ્રી રતનદાસજી મહારાજ કી જય જેણે અમારી જીવન ની નૌકા માલ – મિલક્ત અને અમારી પોઠ્યું તારી અને મહીસાગર નદીમાંથી અમારું નવું જીવન આપ્યું.એવા દુધરેજ સ્થાન ના પરમવિવેક સંપન્ન મહાપુરુષ. સદગુરુ શ્રી રતનદાસજી મહારાજ વિક્રમ સવંત ૧૮૩૦ માં સમાધિષ્ટ થયા અને બાપુ સમાધી લીધા પહેલા યુવાન સંત શ્રી માનદાસજી મહારાજને દુધરેજ ધામના મહંત શ્રી તરીકે તિલક કરી ગુરુ પરંપરા ની રીતભાત સમજાવી બાપુ સમાધિષ્ટ થયા. ધન્ય આવા મહાપુરુષને ધન્ય એમના અવતારને.અને ધન્ય દુધરેજ ગાદીને કે આવા અવતારી પુરુષો આવીને શ્રી વડ્વાળા મંદિર – દુધરેજ ધામમાં અને અખીલ ભારતીય રબારી સમાજ નું ગૌરવ વધાર્યું.આવા સિધ્ધ મહાપુરુષને અમારા અંતરની લાગણી સાથે કોટી કોટી વંદન…॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૮૩૦
સમાધિસ્થ. વિ.સં. ૧૮૫૫
ગુરુ વર્ય શ્રી માનદાસજી મહારાજ
સદગુરુ શ્રી માનદાસજી મહારાજ અતિ ભજનાનંદી ત્યાગી અને તપસ્વી મહાપુરુષ હતા.તેઓ ભગવાન ની પુર્ણ ક્રુપાથી અતી સ્વરૂપવાન હતા. પુજ્ય બાપુનો જન્મ ઊતર ગુજરાત માં ખાખરીયા પરગણા માં મેરણા (તા. કડી) માં ઘાંઘળ જેવા ભાગ્યવાન કુટુંબ માં થયો હતો. તિવ્ર ત્યાગ અને વૈરાગ્યથી બાપુ ગુરુ મહારાજ શ્રી રતનદાસજી મહારાજ પાસે દિક્ષીત થયા હતા શ્રી માનદાસજી બાપુ ખુબ જ દયાળુ હતા.જેણૅ અનેક કાર્યો પુર્ણ કરીને વિ.સં ૧૮૫૫ માં સમાધિષ્ટ થયા આવા મહાપુરુષ ને અમારા લાખ લાખ વંદન….॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૮૫૫
સમાધિસ્થ. વિ.સં. ૧૮૯૫
ગુરુ વર્ય શ્રી ક્રુષ્ણ્દાસજી મહારાજ
સદગુરુ શ્રી માનદાસજી મહારાજ સમાધિષ્ટ થયા પછી વડવાળા મંદિર દુધરેજ ધામ ને અધિપતી તરીકે યોગદ્રષ્ટા સંત શિરોમણી શ્રી ક્રુષ્ણદાસજી મહારાજ વડવાળા મંદિર દુધરેજ ધામ ને ગાદીપતિ થયા. આ મહાપુરુષની જન્મભુમિ ગામ કરજીસણ (તા. કલોલ) ઊતર ગુજરાતમાં રબારી સમાજ માં લુણી સાખમાં થયેલો. આ મહાપુરુષે અનેક ભગવતકાર્યો અને દુધરેજ વડ્વાળા મંદિરની અમર કિર્તી કરીને પોતાના આજ્ઞાંકિત યુવાન સંત શ્રી ઓધવદાસજી મહારાજને દિક્ષા આપી ગુરુ દ્વારાનો મહીમાં સમજાવી વિક્રમ સવંત ૧૮૫૫ માં સમાધિષ્ટ થયા આવા મહાપુરુષ ને અમારા કોટિ કોટિ પ્રણામ…॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૮૯૫
સમાધિસ્થ. વિ.સં. ૧૯૦૭
ગુરુ વર્ય શ્રી ઓધવદાસજી મહારાજ

સદગુરુ વર્ય શ્રી ક્રુષ્ણદાસજી મહારાજના સ્વસ્વરૂપમાં લિન થયા પછી પવિત્ર એવી સમસ્ત વિહોતર નાતને આસ્થા અને શ્રધ્ધાનું ધામ શ્રી વડવાળા મંદિર – દુધરેજની સંપુર્ણ જવાબદારી ક્રાંતિકારી મુર્તિમંત સ્વરૂપને અને સગુણ ઊપાસના આરાધક સદગુરુ શ્રી ઓધવદાસજી મહારાજ વડવાળા મંદિરના મહંત બની અદભુત જગ્યાનો વિકાસ કર્યો. અને ગુરુ પરંપરા રુડી રીતે જાળવી. ગુરુ મહારાજ શ્રી ઓધવદાસજી મહારાજની જન્મસ્થલી ખાખરીયા પરગણું ઊતર ગુજરાત જેવી ધીંગી ધરાનું પંખીના માળા જેવડું ગામ ખાવડ (તા. કડી) માં ખાંભલા કુટુંબની અંદર થયેલો આ મહાપુરુષને એમના માત – પિતાએ શિશુ ઉંમર માં સદગુરુ વર્ય શ્રી ક્રુષ્ણદાસજી મહારાજના શ્રી ચરણોમાં અર્પણ કરી ગુરુ વર્ય શ્રી ઓધવદાસજી મહારાજની અખંડ સ્મ્રુતિ માં ભંડારો કર્યો.દેશ દેશાંતરથી અનેક સાધુ સંતો પધાર્યા.આવા મહાપુરુષને અમારા હદયથી પ્રણામ.શ્રી ઓધવદાસજી મહારાજ વિક્રમ સવંત ૧૯૦૭ માં સમાધિષ્ટ થયા.એવા સમાધિવાળા મહાપુરુષને અમારી ભાવભરી હદય ની પ્રાથના……. ॥ જય વડવાળા ॥

ગાદીસ્થ – વિ.સં. ૧૯૦૭
સમાધિસ્થ. વિ.સં. ૧૯૦૯
ગુરુ વર્ય શ્રી ગોકુળદાસજી મહારાજ
સદગુરુ વર્ય શ્રી ગોકુળદાસજી બાપુને જીવન એટ્લે પારસમણી સમાન હતું આ મહાપુરુષે ટુંકા સમયમાં અનેક ભાગવત કાર્યો કરી અને વિક્રમ સવંત ૧૯૦૯ મા સમાધિષ્ટ થયા આવા દિર્ઘદ્રષ્ટી મહાપુરુષને પ્રણામ…..॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૯૦૯
સમાધિસ્થ. વિ.સં. ૧૯૧૧
ગુરુ વર્ય શ્રી ભાવદાસજી મહારાજ
સદગુરુ શ્રી ભાવદાસજી મહારાજ અતિ લાગણીશીલ અને વિવેક સંપન્ન મહાપુરુષ હતાં. સગુણ શ્રી રામજી ના અનન્ય ઉપાસક હતા.ગુરુ પરંપરાનું પાલનકારી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામનું ભગીરથ કાર્ય સંપન્ન કરી વિક્રમ સવંત ૧૯૧૧ માં સર્વે સંતોની પાવન હાજરી સ્વસ્વરૂપમાં લિન થયા.ધન્ય ધરા દુધરેજ ધામને ધન્ય છે ગુરુમહારાજ ભાવદાસજી મહારાજની અખંડ ચેતનાને અમારા કરબંધ પ્રાર્થના સહ હદયના કોટી કોટી પ્રણામ…..॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૯૧૧
સમાધિસ્થ. વિ.સં. ૧૯૧૩
ગુરુ વર્ય શ્રી ગુલાબદાસજી મહારાજ
સદગુરુ શ્રી ભાવદાસજી મહારાજ અતિ લાગણીશીલ અને વિવેક સંપન્ન મહાપુરુષ હતાં. સગુણ શ્રી રામજી ના અનન્ય ઉપાસક હતા.ગુરુ પરંપરાનું પાલનકારી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામનું ભગીરથ કાર્ય સંપન્ન કરી વિક્રમ સવંત ૧૯૧૧ માં સર્વે સંતોની પાવન હાજરી સ્વસ્વરૂપમાં લિન થયા.ધન્ય ધરા દુધરેજ ધામને ધન્ય છે ગુરુમહારાજ ભાવદાસજી મહારાજની અખંડ ચેતનાને અમારા કરબંધ પ્રાર્થના સહ હદયના કોટી કોટી પ્રણામ…..॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૯૧૩
સમાધિસ્થ. વિ.સં. ૧૯૧૮
ગુરુ વર્ય શ્રી કેવળદાસજી મહારાજ
ગુરુવર્ય શ્રી કેવળદાસજી મહારાજ અતિ ભજનાનંદી, ત્યાગી, તપસ્વી અને અન્નદાનનો મહીમા વધારનાર સિધ્ધ મહાપુરુષ હતાં.જેણે ધન દોલત કોઈ પણ સંપતિ માં મન લગાવ્યા વગર દુધરેજ સ્થાન ની સેવા અને કાર્ય કરી વિક્રમ સંવત ૧૯૧૮ માં સ્વસ્વરૂપમાં લિન થયા.એવા જાગ્રત મહાપુરુષને અમારા પ્રણામ………
ગાદીસ્થ – વિ.સં. ૧૯૧૮
સમાધિસ્થ. વિ.સં. ૧૯૨૭
ગુરુ વર્ય શ્રી ગંગારામજી મહારાજ
ગુરુ મહારાજ શ્રી મેઘીદાસજી મહારાજ પુર્ણ કક્ષા પામેલા મહાપુરુષ હતા. જેણે જિંદગી પર્યત રહી દુધરેજ વડવાળા મંદિર ની અનેક સેવાઓ કરી પણ ગાયની જ્યાં સુધી આ પ્રુથ્વી લોકમાં રહ્યા ત્યાં સુધી ગાયો ની જ સેવા કરી. પ.પુ. શ્રી ગુરુમહારાજ શ્રી મેઘીદાસજી મહારાજ ની જન્મભુમી દેશ ઝાલાવાડ માં પંખીના માળા જેવડું નાનું એવું ગામ ભદ્રેશીમાં રબારી સમાજ માં પઢેરીયા શાખની અંદર થયેલો આ મહાપુરુષને તેમના માતા – પિતા અને કુટુંબ પરીવારે નાની ઉંમરમાં શ્રી વડવાળા મંદિર – દુધરેજ ધામમાં અર્પણ કર્યા હતા.બાપુ એ અનેક ધાર્મિક કાર્યો કરી ગાયો નો મહીમા સમજાવી અનેક ભાગવત કાર્યો કર્યા.એક સમય ની વાત છે પુજ્ય બાપુ દુધરેજ સ્થાન ની ગાયો લઈ ને જંગલ ની અંદર ગાયો ચરાવી રહ્યા હતાં ત્યારે દુષ્કાળ જેવી પરીસ્થિતિ હતી અને પાણી ની બહુંજ ખેંચ હતી ત્યારે બાપુ એ પોતાના ભજન ના પ્રતાપે વડવાળા ભગવાન ની સેવા કરી અનેક ભાગવત કાર્યો કર્યા.એક સમયની વાત છે બાપુ દુધરેજ વડવાળા મંદિર ની ગાયો જંગલ ની અંદર ચરાવી રહ્યા હતા. ત્યારે દુષ્કાળ જેવી પરીસ્થીતી હતી અને પાણી ની બહું જ ખેંચ હતી બાપુએ પોતાન ભજનનાં પ્રતાપે અને ભગવાન વડવાળાની ક્રુપા થી નાની એવી એક ટેકરી માં પોતાના હાથ થી એક પથ્થર ને ખસેડ્યો અને ગુરુ ની ક્રુપાથી સ્વયં ગંગા જળ જેવો પાણીનો ધોધ ઊતપ્ન્ન થયો. જેને અત્યારે મેઘતલાવડી કહેવામાં આવે છે. ગમે તેવી દુષ્કાળની પરિસ્થિતિ હોય છતા પણ અત્યારે હજી આ કાલીકાળ માં પાણી ખુંટ્તુ નથી તેમજ બાપુના એવા અનેક પ્રમાણૉ છે એક સમયના અરસા માં બાપુ પોતાના નિત્ય કર્મ કરી ગાદી પર બિરાજમાન છે ત્યારે રબારી સમાજ ની એક પતિવ્રતા નારી સાંબડ કુટુંબની એક પુત્રવધુ જેની આંગળીએ એક નાનો દિકરો સાથે છે. અને ગુરુ મહારાજ પાસે ખોળો પાથરી રબારી ની આ દિકરી એ બાપુને પ્રણામ કર્યા બાપુ સિતારામ, કેમ છો ? બાપુ આનંદ માં છો ? ત્યારે ગુરુ મહારાજ બોલ્યા હા,બહેન વડવાળાની ક્રુપા થી ખુબ જ આનંદ માં છુ. ત્યારે એ દિકરી બાપુને કહેવા લાગી બાપુ શું આપની ઈચ્છા છે આપ કહો ત્યારે પુજ્ય બાપુ બોલ્યા કહેવુ સહેલુ છે પણ માર્ગ વિકટ છે ત્યારે બહેન બોલ્યા બાપુ જે હોય તે આપ કહો કારણ કે આપ જેવા યોગી સમરથ પુરુષ છે તો પછી અમારે શેનો ભય માંગો બાપુ માંગો વડ્વાળા ની સાક્ષીએ માંગો ત્યારે ગુરુ મહારાજ બોલ્યા બેટાકાંઈ નહી પણ જો તું આપતી હો તો તારો પતિ મને આપ.કાંઈ પણ વિચાર્યા વગર પંચાળ દેશ ની સન્નારી એ પોતાના પતિ નું નામ હતું ગેલાભાઈ સાંબડ રબારી ગુરુ મહારાજ મેઘસ્વામી બાપુના શરણો માં અર્પણ કરી દીધા.ઈતિહાસ જેની સાક્ષી પુરે છે કે પતિ એ તો પોતાની પત્ની ના દાન આપ્યા હોય એવી તો કઈંક ઘટ્નાઓ ઘટી છે જેમકે જલારામ બાપુ વિરપુરુષે કે જેણે માં વિરબાઈનો હાથ જોગીના હાથ માં આપી દીધો હતો એ તો આખો જગ જાણે છે. પરંતુ રબારી ની એક દીકરીએ પોતાના પતિ નો હાથ સદગુરુ ના શરણો માં આપી દિધો હોય એ એક અદભુત ઘટ્ના છે. ગુરુ મહારાજ શ્રી મેઘીદાસજી બાપુએ યુવાન એવા ગેલાભાઈને ગુરુપુર્ણીમાના પાવન પ્રસંગે સાંજે અમ્રુત ચોઘડીયામાં દિક્ષા અને મંત્ર આપવામાં આવ્યો અને નામ રાખવામાં આવ્યું શ્રી ગંગારામજી મહારાજ અને એક રાત પસાર થતા સવાર નો સુરજ ઉગે તેટ્લામાં ગુરુમહારાજ શ્રી મેઘીદાસજી મહારાજે સવારનાં ૯ કલાકે શુભ ચોઘડીયે ગુરુ વર્ય શ્રી ગંગારામજી મહારાજને વડવાળા મંદિરનાં મહંત તરીકે તિલક કરે છે. આવા પાવન ઈતિહાસની રચના કરતાં વિક્રમ સંવત ૧૯૨૭ માં ગુરુમહારાજ શ્રી મેઘીદાસજી મહારાજ સમાધિષ્ટ થયા.આવા જાગ્રત અને ગૌ – બ્રામ્હણ પ્રતિપાળ મહાપુરુષને અમારા કોટી કોટી વંદન….॥ જય વડવાળા॥
ગાદીસ્થ – વિ.સં. ૧૯૩૩
સમાધિસ્થ. વિ.સં. ૧૯૪૭
ગૌ બ્રામ્હણ પ્રતિપાળ ગુરુ મહારાજ શ્રી મેઘીદાસજી મહારાજ
ગુરુ વર્ય શ્રી ગંગારામ બાપુ એક મંત્ર દ્રષ્ટા મહાપુરુષ હતા. બાપુ સાદાઈ, સાત્વિક અને સહનશિલતાના મુર્તિ હતા. કોઈ પણ બાપુના સ્વરૂપ સામે નજર કરે એટ્લે સૌ ને જીવન જીવવાની પ્રેરણા મળૅ એવા પારસમણી પુરુષ હતા. બાપુનુ મુળ વતન ઉતર ગુજરાતની ચેતનવંતી ભુમી એવા ચુંવાળ દેશમાં સુરજ ગામ આવેલું છે (તા. ક્ડી) પરંતુ બાપુના પુર્વજો પંચાળ દેશમાં પશુધનને લઈને દુધઈ ગામમાં વસેલા ત્યાં સાંબડ કુટુંબમાં જન્મ થયેલો અને દુધરેજ જેવા સ્થાન ના અધિપતિ બન્યા.એક દિવસ ના અરસામાં દુધરેજ વડવાળા મંદિર ના સંતો સહીત ગુરુ વર્ય શ્રી ગંગારામજી મહારાજ ઝાલાવાડ પ્રદેશમાં મંડ્ળી લઈને ફરવા નિકળૅલા ત્યારે નામદાર હળવદ, ધ્રાંગધ્રા, ઝિલેશ્વર અઢાર સો પાદરના ધણી બાવા શ્રી માનસિંહજી મહારાજ ધ્રાંગધ્રા સ્ટેટ ના રાજપુરુષે ગુરુ ગંગારામ બાપુનું માન અને સન્માન સહી રાજની રીત પ્રમાણૅ ધામધુમ થી ધ્રાંગધ્રા રાજની અંદર સંગીત અને શરણાઈ ના શુર સાથે શાહી સવારી કાઢવામાં આવી હતી અતિ આનંદ અને ઊલ્લાસ સાથે રાજવી શ્રી માનસિંહજી બાવશ્ર અને અજાન બાહુ વડગાદી દુધરેજ ધામ ના આચાર્ય મહંત મહારાજ શ્રી ગંગારામજી મહારાજ બાપુની ધ્રાંગધ્રાના રાજભવનમાં પધરામણી થઈ. ગુરુ વર્ય જુવે તેમ ધ્રાંગધ્રાના રાજવી સહેજ નીરાશા જોઈ અને બાપુ બોલ્યા. અરે રાજન શું કારણ છે આપ કઈંક અઘટીત ઘટ્ના બની હોય તેમ આપના ચહેરાના પ્રતિબિંબ પર જોઈ શકાય છે. ત્યારે ધ્રાંગધ્રા નરેશ શ્રી માનસિંહજી મહારાજ બાપુ કહે બાપુ કઈ કારણા નથી પરંતુ આપ જેવા સમસ્ત વડવાળા ગાદીના મહાપુરુષ પધાર્યા છે ત્યારે મારુ રાજનું રતન અને મને પ્રાણ થી પણ પ્રિય મારી જાતવાન ઘોડી મ્રુત્યું પામી છે. ત્યારે ગુરુમહારાજ બોલ્યા અરે રાજન જ્યાં વડવાળા ના સંતો પધારે ત્યાં મારો દુધરેજનો ઠાકર કોઈને નિરાશ ન કરે રાજન ક્યાં છે ઘોડી ચાલો આપણે જઈએ આમ કહી ગુરુ શ્રી ગંગારામજી બાપુ એ રાજવી સાથે જ્યાં અનંતની ખેપ કરવા ગયેલી ઘોડીના શરીર સામે નજર કરી ગુરુ શ્રી ગંગારામજી મહારાજે પોતાના હાથમાં રાખેલી લાકડીથી મ્રુત્યુ પામેલી ઘોડીને સ્પર્શ કરાવી બાપુ બોલ્યા અરે ગાંડી ઊભી થા તને તારો માલીક યાદ કરે છે. આમ ઘોડી સજીવન થઈ અને બાપુ નું આ કાર્ય જોઈ ધ્રાંગધ્રાના રાજવી જેમ લાકડી પડે તેમ બાપુના ચરણૉ માં ઢળી પડ્યા અને બાપુ ને કહેવા લાગ્યા બાપુ આપ અમારા પર કાંઈક ક્રુપા કરો અને ધ્રાંગધ્રાના રાજની કાંઈક સેવાનો સ્વીકાર કરો ત્યારે બાપુના હદયમાં એક રૂડી ભાવના હતી કે દુધરેજ ધામ માં એક વિશાળ મંદિર બને તે માટૅ પથ્થરની જરૂર હતી અને ધ્રાંગધ્રા ના રાજવી ના ભાવને જોઈ બાપુએ પથ્થરની માંગણી કરી અને ધ્રાંગધ્રાના રાજવી જ્યાં સુધી સંપુર્ણ મંદિર બને ત્યાં સુધી પથ્થર આપવા માટેના કોલે બંધાણા મહા સુદ વસંત પંચમી ના દિવસે વડવાળા મંદિર નું ભુમી પુજન થયું. જગ પ્રસિધ્ધ શિલ્પ સ્થાપત્યમાં જેનું નામ હતુ એવા લીલાધર સોમપુરાને મંદિરનું કામ સોંપવામા આવ્યું પુષ્પક વિમાન ની કળા એટ્લે કે વડવાળા મંદિર ના ત્રણ શિખર છે. પાંચ ઘુમટ છે, ત્રણ દ્વાર છે. પુર્વ માં સિંહ દ્વાર, ઉતર માં નંદી દ્વાર, દક્ષીણ માં ગજ્જ્દ્વાર, પાંચ મંદિર અને ચોસઠ સ્તંભ અને ચોસઠ પગથીયા આવી રૂડી કલા વડવાળા મંદિર બની રહ્યું હતું. ગુરુ વર્ય શ્રી ગંગારામ બાપુ ને હદયની ભાવના હતી કે સંપુર્ણ મંદિર પુર્ણ થાય એટ્લે ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્રણે શીખરો અને મંદિર પર સોનાનાં કળશ ચડાવવા. પણ જેવી વડવાળા ની ઈચ્છા ઈંડા ચડેએ પહેલા વડવાળા મંદિર દુધરેજ ના મધ્ય શિખર ઉપર સરસ્વતી વાહક ઢેલે ઈંડા મૂક્યા.એટ્લે સવાર નો સુરજ ઊદય થતાં સદગુરુ બાપુ શ્રી ગંગારામજી મહારાજે સવાર માં જાગ્રત થઈ જીવિત સમાધી લેવાનો નિર્ણય લીધો. અને શ્રી ગંગારામ બાપુ એ ગુરુ ગોવિંદ રામ બાપુને અને યુવાન સંત શ્રી રઘુવિર દાસજી મહારાજને શ્રી વડવાળા મંદિર દુધરેજ ની સંપુર્ણ જવાબદારી આપી અને સ્વસ્વરૂપ માં વિક્રમ સંવત ૧૯૪૭ ના રોજ સમાધિષ્ટ થયા. આવા યુગ દ્વષ્ટા સમાધિષ્ટ મહાપુરુષ ને અમારા અનંત નતમસ્તકે હદય થી, ભાવ થી ખુબ ખુબ પ્રણામ…..॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૯૫૫
સમાધિસ્થ. વિ.સં. ૧૯૮૦
ગુરુ વર્ય શ્રી રઘુવીરદાસજી મહારાજ
શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામની ઉજળી સંત પરંપરામાં અગીયારમી (૧૧) ગાદીના અધીપતિ રાજાધિરાજ મહારાજા શ્રી રઘુવીરદાસજી મહારાજની અમરનામના છે.દુનિયાના ઈતિહાસોમાં યુધ્ધમાં લડાયા તે વિર કહેવાયા.અનેક નામનાઓ એ કઈંક ઈતિહાસો માં તેના પાને નાથો કહેવાણા. પરંતુ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સાથે ચાર પુરુષાર્થનો મહીમા લઈ કોઈ વિર અને નાથ જેવા અદભુત નામનું ગૌરવ જળવ્યું હોય તો તે છે વડગાદી દુધરેજ ના આચાર્ય શ્રી રઘુવીર દાસજી મહારાજ જેમને ભારત ની વિરક્ત સંત પરંપરા રઘવાનાથ તરીકે ઓળખતી. આવા રાજર્ષિ પુરુષ ની જીવનની ઈતિહાસની જન્મ અને જીવન ની ઊજળી ઈતિહાસની આ રીત પ્રમાણે છે. ગુરુ મહારાજ શ્રી રઘુવીરદાસજી મહારાજે પવિત્ર ઝાલાવાડ દેશમાં વઢવાણ પંથકના પંખીના માળા જેવું નાનું એવું ગામ ગોમટા બાપુની મુળ પુર્વજો નું ગામ છે. બાપુના પિતા શ્રી નું નામ હતું રવાભાઈ કલોત્રા અને માતુશ્રી નું નામ હતું નાનીબા ગોમટા ગામથી પશુધન બચાવવા માટે હર વર્ષે ગરવી ગુજરાતમાં ખાખરીયા – પરગણામાં વીરમગામ જેવા શહેરની બાજુમાં વલાવડી નામનું ગામ છે. ત્યાં બાપુનો જન્મોત્સવ એટ્લે ગોકુળ આઠમના રાતના બાર વાગ્યે જન્મ થયેલો. અને તેમના માતા – પિતા એ બાળ ઉંમરમાં દુધરેજ વડવાળા મંદિરમાં યોગીરાજ આચાર્ય ગુરુ વર્ય શ્રી ગંગારામજી બાપુના શ્રી શરણૉ માં શ્રાવણ વદ આઠમ ના દિવસે શ્રી રઘુવિરદાસજી મહારાજ ને ભાગવતી દિક્ષા અને ગુરુમંત્ર આપવામાં આવ્યો. ત્યાર પછી ગુરુ રઘુવીરદાસજી બાપુના મોટેરા ગુરુભાઈ શ્રી ગોવિંદરામબાપુ દુધરેજની ગાદી એ હતાં.પછી ગુરુ શ્રી ગોવિંદરામજી મહારાજ વિ.સં ૧૯૫૪ ના રોજ સમાધિષ્ટ થયાં.અને દુધરેજ જેવી ભવ્ય જાગીરની સંપુર્ણ જવાબદારી શ્રી રઘુવીરદાસજી મહારાજ પર આવી અને શ્રાવણ વદ – અષ્ટ્મીના દિવસે વડવાળા મંદિર દુધરેજના આચાર્ય તરીકે શ્રી રઘુરામ બાપુને સમસ્ત સંત મંડ્ળ અને વડવાળા ધામનો સમસ્ત વિહોતર નાતે આચાર્ય તરીકે બિરાજમાન કરવામા આવ્યા. મહંત મહારાજ શ્રી રઘુવીરદાસજી મહારાજ અતી તેજસ્વી, સાત્વિક, સહનશીલતા અને કરુણા નો દરીયો હતાં. દેશ – દેશાંતરમાં આ દુધરેજ જગ્યાનો ડંકો વગાડ્યો. પછી ચારો ધામમાં, ચાર કુંભ મેળામાં અને ચૌદ પરગણામાં પુજ્ય શ્રી રઘુરામ બાપુનો અમર ઈતિહાસ આલેખાયો. કોઈ ગુજરાતનું પરગણું બાકી નથી કે જ્યાં આ મહાપુરુષ ના પંજાનો હજી પ્રતાપ છે. જેમકે ખાખરીયા પરગણામાં કસ્વા ની અંદર શ્રી નાગદેવતા ને પોતાના હાથે દુધ પીવડાવેલું.શ્રી રઘુવીરદાસજી મહારાજ રાષ્ટ્રીય સાધુ પુરુષ હતા. જેને અનેક રાજા રજવાડાઓ સાથે અદભુત સંબધ હતો. ત્રિકમગઢ (મધ્યપ્રદેશ) સ્ટેટ તથા ધ્રાંગધ્રાના નામદાર શ્રી ઘનશ્યામસિહજી મહારાજ તથા જેતપુર દરબાર શ્રી મુળુવાળા સાહેબ તથા જૂનાગઢ નવાબ તથા જામનગર રાજાસાહેબ, ભાવનગર રાજાસાહેબ તથા અનેક એ સમયના પ્રતાપી સંતો જેવા કે સ્વામી શ્રી મુંડીયા સ્વામી – અંજાર, સ્વામી શ્રી રામપ્રસાદજી બાપુ – જામનગર જેનો ભારતમાં જોટો ન જડે તેવા બિલખાના વેદના જાણકાર નથુરામ શર્મા તથા કઈંક રબારી સમાજના મહાનુભાવો ભલાભાઈ વજાભાઈ રબારી જેમને દુધરેજ જગ્યાને ૧૨૫ વિઘા જમીન વડવાળા ના નામ ઊપર અર્પણ કરી.ગુરુ મહારાજ શ્રી ગંગારામજી બાપુના જે અધુરા કાર્યો હતા તે તમામ કાર્ય શ્રી રઘુવીરદાસજી મહારાજે પુરા કર્યા. જેની યાદ સ્વરૂપે વડવાળા મંદિર દુધરેજ ધામમાં અત્યારે પણ મંદિર ઉપર રુડી કલા અને ક્રુતિ થી લખાયેલો છે. પુજ્ય મહંત મહારાજ સદગુરુ શ્રી રઘુવીર દાસજી મહારાજ અનેક ધર્મના તિર્થો તથા ગુરુ મહારાજ શ્રી ગંગારમજી બાપુની અમર સ્મ્રુતિમાં પાવન ભંડારો બહું જ ધામ ધુમ થી સંપન્ન કરવામાં આવ્યો એ પાવન પ્રસંગે તમામ જગ્યાના મંડ્લેશ્વરો ઉપસ્થીત રહ્યા. અન્નદાન, વસ્ત્રદાન સુવર્ણદાન, લક્ષ્મીદાન અને જે પણ ગુરુમહારાજની યાદમાં જે પણ કરવું પડે તે સંત પરંપરાની રીતે કરાવામાં આવી. અને એક દિવસ ગુરુ મહારાજ શ્રી રઘુવીર દાસજી અતિ પ્રસન્ન અને આનંદ માં આવી પોતાના પટ શિષ્ય એવા યુવાન ની ઉંબરે પહોચેલા તેજસ્વી સાધુ પુરુષ શ્રી જીવરામદાસજી મહારાજ ને લઘુમહંત તરીકે નિમણુંક કરવામાં આવી.આવા જાગતીજ્યોતના ધણીના દરબારમાં આવા રજર્ષિ પુરુષ શ્રી રઘુવીરદાસજી મહારાજે વિ.સં. ૧૯૮૦ ની સાલ ગોકુળ આઠમ અને શુક્રવાર સાંજના આઠ (૮) વાગ્યે સમસ્ત સંત સમાજ અને સમસ્ત ભારત નો સેવક સમાજ ની વચ્ચેથી હસતા હદયે દુધરેજના સમાધીવાળા મહાપુરુષ સમક્ષ સમાધિષ્ટ થયાં.આપના પાવન શરણો માં અમારા લાખ – લાખ નમન. ઊંચા દેવળ દુધરેજના ત્યાં વડવાળા નું ધામ આંબા – છઠ્ઠાજીની ગાદીએ રાજ કરે રઘુવીર રામ……॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૯૮૦
સમાધિસ્થ. વિ.સં. ૨૦૫૯
ગુરુ વર્ય શ્રી જીવરામદાસજી મહારાજ
ગુરુવર્ય શ્રી જીવરામદાસજી બાપુ નો જન્મ પવિત્ર ઝાલાવાડ દેશ માં ગામ રાવળીયાવદર (તા. ધ્રાંગધ્રા) રબારી સમાજમાં ટમાલીયા કુટુંબની અંદર થયો બાપુની શીશુ ઉંમરમાં દુધરેજ વડવાળા મંદિરના કલા પુર્ણ અવતાર મહારાજ શ્રી રઘુવીર દાસજી મહારાજ ના શ્રી શરણો માં અર્પણ કરવામાં આવ્યા. અને અષાઢ સુદ – પુનમ એટ્લે કે ગુરુ પુર્ણીમાના રૂડા મંગલમય દિવસે ભાગવતી દિક્ષા આપવામાં આવી અને દુધરેજ વડવાળા મંદિરના તેરમાં આચાર્ય તરીકે તિલક વિધિ કરવામાં આવી પુજ્ય મહારાજ શ્રી જીવરામદાસજી બાપુ અનેક સંસ્થાના ધાર્મીક કાર્યો કરી અમર કિર્તી ના સ્તંભ અને જગતમાં વડવાળા જગ્યાનું ઉજળુ નામ રોશન કર્યું અને ક્રાંતિકારી યુવાન સંત શ્રી ગોમતીદાસજી મહારાજ જેવા પ્રતાપી સાધુ ને દિક્ષીત કરી વિ.સં. ૧૯૯૭ અષાઢ વદ – દશમ ના દિવસે શ્રી વડવાળા ની મંગળા આરતી ના દર્શન કરી સમાધિષ્ટ થયા. આવા મહાપુરુષો ને અમારા લાખ લાખ નમન..॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૯૯૭
સમાધિસ્થ. વિ.સં. ૨૦૧૮
ગુરુ વર્ય શ્રી ગોમતીદાસજી મહારાજ
શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામની ઉજળી સંત પરંપરામાં જેટ્લા મહાપુરુષ ને યાદ કરીએ એટ્લું ઓછું છે. શ્રી વડવાળા ધામ દુધરેજ ધામ ની ચૌદમી ગાદીપર સાગર સમાન જેની સ્થીરતા અને ધીરતા અને ક્રાંતીકારી ત્યાગ, તપસ્યા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને સદગુરુ ને સમર્પિત એવા સદગુરુ શ્રી ગોમતીદાસજી મહારાજ થયા. આ મહાપુરુષનું પુર્વાશ્રમ નું ગામ કાગદડી (તા. બગસરા) ગીર વિસ્તાર માં પઢારીયા કુટુંબમા પિતા શ્રી ભીમાભાઈ રબારી ને ત્યાં થયેલો શીશું અવસ્થામાં જ તેમના માતા – પિતાએ ગુરુમહારાજ શ્રી જીવરામદાસજી બાપુના શ્રી શરણૉ માં સમર્પિત કરેલા. પુજ્યબાપુએ શ્રી વડવાળ મંદિર દુધરેજ ને ઉજળી પરંપરામા દિક્ષા આપી અને ગુરુમંત્ર આપી સાધુતાના રૂડા સંસ્કાર આપ્યા. સદગુરુ શ્રી ગોમતીદાસજી મહારાજ નાની ઉમર માં જ વિદ્યાની નગરી એવા કાશી શહેરમાં અખિલ વિશ્વ હિન્દુ સંસ્ક્રુત યુનિવર્સીટી માં અભ્યાસ કરવા લાગ્યા અને અઢાર વર્ષ વિદ્યાધ્યાન કરી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામના મહંત મહારાજ તરીકે સમગ્ર સંતો એ તિલક કર્યું.બાપુ અંધશ્રધ્ધા અને કુરીવાજોના સખ્ત વિરોધી હતા.આવા તેજસ્વી મહાપુરુષ વિક્રમ સંવત ૨૦૧૮ ના ફાગણ વદ – ૬ ના દિવસે દુધરેજ સ્થાન માં સમાધિષ્ટ થયા અને વડવાળા મંદિર દુધરેજની જવાબદારી યુવાન સંત શ્રીકલ્યાણદાસજી મહારાજને સોપી.આવા મહાપુરૂષના પાવન શરણો માં અમારા અનંત કોટી પ્રણામ…..॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૨૦૧૮
સમાધિસ્થ. વિ.સં. ૧૯૯૦
યુગ દ્રષ્ટા ધિર - ગંભીર સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ
શ્રી વડવાળા ધામ દુધરેજ ને ઉજળી ગાદી પરંપરામાં જ્યાં નેક – ટેક નિયમ થી કાર્ય થાય છે. એવી ગૌરવશાળી ગાદી ઉપર શાંત, મીઠી અને મધુરભાષા, સહનશીલતાના અને કરુણા ના અવતાર અને રબારી સમાજ જેને રૂડુ થાય એવો જેને હંમેશાને માટે અંતર મા ભાવના હતા એવા પરમ વિવેકી સદગુરુ ભગવાન શ્રી કલ્યાણદાસજી બાપુ વડવાળાની ગાદીએ આવ્યા.જેમને અનેક સંસ્થાની પ્રવુતી ઓ કરી શુન્યમાંથી સર્જન કર્યું.આવા સુર્ય સમાન જેનું તેજ છે અને ગંગા સમાન જેની ધારા છે એવા સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ નો જન્મ મધ્ય ગુજરાતના ગાંધીનગર શહેરની બગલમાં આવેલું ગામ જેનું નામ છે ઉવારસદ એ બાપુનું મુળ વતન ગણાય છે. એટ્લે કે બાપુના માત – પિતા નું આ ગામ છે. સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ નો જન્મ અમદાવાદ શહેરનું એક વિકસીત ગામ એવા ગોતા ગામની અંદર વિ.સં ૧૯૯૦ ના મહાસુદ બીજનાં દિવસે થયેલો.બાપુને નાની ઉમરમાં જ તેમના માતા – પિતા એ સદગુરુ શ્રી ગોમતીદાસજી બાપુના શ્રી પાવન શરણૉ માં અર્પણ કરવામાં આવ્યા. થોડા સમય બાદ બાપુ વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે બનારસ વિશ્વ વિધાલયમાં ગયેલા પણ સદગુરુ શ્રી ગોમતીદાસજી બાપુ સમાધીષ્ટ થયા એટ્લે દુધરેજ મંદિર ની સંપુર્ણ જવાબદારી સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ બાપુ ના શિર પર આવી.સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ દિર્ઘદ્રષ્ટી વાળા મહાપુરુષ હતા. જેણે શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામનો બહુ જ વિકાસ કર્યો.પુજ્ય બાપુ શિક્ષણ ના ખુબ જ હિમાયતી હતાં.જેમણે ગુરુ મહારાજની યાદમાં શ્રી વડવાળા મંદિર દુધરેજ સંચાલિત સદગુરુ શ્રી ગોમતીદાસજી મહારાજ કુમાર છાત્રાલય ની મંગલમય શરૂઆત કરી.આ છાત્રાલય માંથી રબારી સમાજ ના અનેક યુવાનો સારી પોસ્ટ ઉપર આવ્યા.પુજ્ય બાપુની હાજરી માં અનેક સત્કાર્યો થયા જેના અનેક પુરાવા છે. આવી જ એક સત્ય ઘટ્ના છે સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ ગીર વિસ્તારની અંદર મંડળી લઈને ફરતાં હતાં.ત્યારે જુદા જુદા ગામોની અંદર વડવાળા અને સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ ના ધામ ધુમ થી સામૈયા થઈ રહ્યા હતા. જ્યારે મંડળી ભગવાન શ્રી તુલસીશ્યામ ના દર્શન કરી ગીર વિસ્તાર ના ગામોમાં રંગે સંગે ફરી રહી હતી ત્યારે સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી બાપુનો મોતેસરી ગમમાં રાતવાસો હતો.ત્યારે ગામ નિટ્લી ના રબારી આપાભાઈ મોતેસરી આવી બાપુને પગે લાગી અને તેમની આંખો માંથી દડ દડ આસું વહેવા લાગ્યા.ત્યારે કરુણા મુર્તિ સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી બાપુ બોલ્યા ભાઈ શા માટે રડો છો ? શું કારણ છે વાલા ? પુજ્ય બાપુના આવા વચનો સાંભળી આપાભાઈ બોલ્યા બાપુ આપ જેવામહાપુરુષના પ્રતાપે અને વડવળા ભગવાન ની ક્રુપા થી ઠાકોરે દુધ, બાજરી, ઘણું આપ્યું છે પરંતુ મારે મારા વડવાળાની મંડળી મારા ઘરે લઈ જવી છે પણ મારે ઘરે મારા બાપુનું સામૈયું લઈને આવે એવી કોઈ સ્ત્રી મારા ઘરમાં નથી. બાપુ મારા ઘરે બાઈ તો છે પણ કપડા પહેરવાની પણ ભાન નથી ત્યારે સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી બાપુ બોલ્યા આપાભાઈ જાઓ તમારા ઘરે વડવાળો તમારી ભેળો બધાય સારા વાના થશે કારણ કે દુધરેજનો ઠાકર બહુ દયાળું છે. અને દયા એવી કે આપાભાઈ તમારા ઘરના બાઈ અમે નિકળી અને તમારા ગામ માં આવીએ અને રૂડા શણગાર અને વસ્ત્રો પહેરી અને વડવાળાનું સામૈયું લઈને આવે તો માનજો કે દુધરેજ વડવાળા હાજરા – હજુર આવી ગયા છે. અને મારી પણ પ્રતિજ્ઞા છે કે આપાભાઈ તમારા ઘરેથી વડવાળાનું રૂડું સામૈયું ન થાય તો મારી મંડળી અહીંયા પુરી.આવુ પુજ્ય બાપુ બોલ્યા ત્યારે સમગ્ર ગીર વિસ્તારની નાત ભેળી હતી. અને આપા ભાઈ જ્યારે પોતાના ઘરે પાછા આવે છે ત્યારે તેમના ઘરે થી બાઈ નાઈ – ધોઈ અને રૂડા વસ્ત્રો પહેરી દર – દાગીના પહેરી તૈયાર થઈ ને બેઠા છે એવી પ્રતીતી કરાવી અને આપાભાઈ ના ધર્મપત્નિ કહેવા લાગ્યા કે બાપુ કેટ્લા વાગ્યે પધારવાના છે આપાભાઈ ના આંખમાં હર્ષના આંશુ આવ્યા ત્યાર પછી બિજા દિવસે ધામ ધુમ થી સમગ્ર વિહોતરનાત ની હાજરી માં બાપુના સામૈયા થયા અને બાપુએ મંગલ આશીર્વાદ આપ્યા.આવા પ્રતાપી મહાપુરુષ શ્રી કલ્યાણદાસ બાપુ હતા.ત્યાર બાદ સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજે સદગુરુ વર્ય શ્રી ગોમતીદાસજી બાપુની પાવન અમર સ્મ્રુતી માં ત્રણ દિવસ નો ભંડારો કર્યો. જેની અંદર ચૌદે પરગણાની વિહોતર નાત અને સેવક સમાજ અને અનેક ધાર્મીક સંસ્થાઓના મહાપુરુષો પધાર્યા હતા.ત્યાર પછી ૧૯૯૪ માં શ્રી વડવાળા મંદિર દુધરેજ શતાબ્દી મહોત્સવ ધામ ધુમથી મનાવવામાં આવ્યો જેમાં લાખો માનવ મહેરામણ ઉમટ્યું અને આ પાવન પ્રસંગ યજ્ઞ અને ભગવાન શ્રી વડવાળા ના મુર્તિમંત સ્વરૂપો ને શાસ્ત્રોક્ત વિધિ થી અભિષેક કરવામાં આવ્યા અને અવા દિવ્ય દ્રષ્ટી વાળા સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ એકાંત માં બેસી વડવાળા ની સન્મુખ મનોમન નિર્ણય કર્યો કે આ સંસ્થાન ની ગુરુપરંપરા જળવાઈ રહે તે માટે યુવાન અને ઉત્સાહી સંત શ્રી કનીરામદાસજી મહારાજને લઘુમહંત તરીકે બાપુએ સ્વયં નિર્ણ્ય કર્યો અને બાપુ એ તાત્કાલિક આદેશ આપ્યો કે આવતી કાલે ચૈત્ર સુદ પુનમ છે એટલે મારે આ સંસ્થાની સંપુર્ણ જવાબદારી યુવાન સંત શ્રી કનિરામદાસજી મહારાજને આપવી છે અને ચૈત્ર સુદ – પુનમ વિ.સં. ૨૦૫૦ ના રોજ તમામ દેહાણ જગ્યાના મહાપુરુષો ની હાજરીમાં ચૈતન્ય સમાધી વાળા મહાપુરુષોની હાજરી માં સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી બાપુએ દુધરેજ વડવાળા ધામ ના અધિપતિ તરીકે તિલક કર્યું. ધન્ય છે બાપુ આપની સાધુતાને અને ધન્ય છે દુધરેજ વડવાળા મંદિર ધામની આ ઉજળી સંત પરંપરાને. આવા ગુણીયલ વડવાળાના વંશમા સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ વિ.સં. ૨૦૫૯ ફાગણ સુદ – ૨ ને બુધવાર ના રોજ બાપુએ પોતાની જીવનની લીલા સંકેલી અને સૌને રૂડા આશીર્વાદ આપી સમાધિષ્ટ થયાં. આવા ગુરુમહારાજના ગુણૉનું કોણ વર્ણન કરી શકે જન્મ લીધો ગુજરાતમાં કાશી અભ્યાસ કર્યો,વડવાળાની ગાદીએ બાપુ કલ્યાણદાસ.આવા અમારા તારણહાર અને દુધરેજ સ્થાન નાં સમાધિષ્ટ મહાપુરુષ ને અમારા અનંત અનંત કોટી પ્રણામ…..॥ જય વડવાળા ॥
ગાદીસ્થ – વિ.સં. ૧૯૯૪
નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ
શ્રી વડવાળા ધામ દુધરેજ સંસ્થાનની જે ગુરુ પરંપરા જે સદગુરુ શ્રી કલ્યાણદાસ બાપુની આજ્ઞા શિરોમાન્ય રાખી શ્રી કનીરામદાસજી બાપુ વડવાળા મંદિર ની પાવન અને ગૌરવ શાળી ગાદી ઉપર આવ્યા. પુજ્ય શ્રી કનીરામદાસજી બાપુનો જન્મ કાઠીયાવાડ દેશમાં કે જ્યાં ગાયકવાડી રાજનું જે ગામ કહેવાય એવા અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામ ભોકરવાં માં રબારી વિરાભાઈ અને માતુશ્રી લાખુબા ને ત્યાં વિક્રમ સંવત ૨૦૧૮ ના જેઠ સુદ – ૨ ના પવિત્ર દિવસે એટ્લે કે ૧ – ૬ – ૧૯૬૨ ના રોજ ચેલાણા કુટુંબ માં બાપુનો જન્મ થયો કારણ કે પુજ્ય શ્રી કનીરામદાસજી બાપુના માતા – પિતા ની માનતા દુધરેજ દિકરો મુકવાની ન હતી પણ એમના વડીલ દાદા ની માનતા દિકરો મુકવાની હતી. પણ દાદા અંત સમયે જ્યારે દેવ થવાના હતા ત્યારે વિરાભાઈ તથા લાખુબેન પોતાન વડીલને કહેવા લાગ્યા.આપ તમારી જે અંતીમ ઈચ્છા હોય તે જણાવો અમે દુધ પેટ ભરી પુરી કરીશું ત્યારે અંત સમયે આપા બોલ્યા કે મારે દુધરેજ એક દિકરો મુકવાની માનતા છે.