અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરૂગાદી

શ્રી વડવાળા મંદિર દુધરેજધામ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સેવા પ્રવૃતિઓ થકી સમગ્ર ભારત વર્ષમાં સુપ્રસિધ્ધ છે.વર્તમાન મહંત શ્રી કનીરામદાસજી બાપુ સતત ચિંતન, ચિંતા, ચેતના એ જગ્યાના સર્વાંગી વિકાસ માટે સિધ્ધ વિકાસ સદગુરુ તરીકે પૂજનીય છે તેમની સેવાની સુવાસને અનેક માન-સન્માનથી વિભુષિત કર્યા છે.

લાઈવ દર્શન

શ્રી વડવાળા ધામ દુધરેજ ના લાઈવ દર્શન માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

તહેવારો ....

શ્રી વડવાળા ધામ દુધરેજ માં ઉજવાતા તહેવારો

દુધરેજ વડવાળા મંદિર નો ઇતિહાસ

ભારત દેશ સંત, સુરાઑ અને સતિઑની રમણીય ભુમી છે. આ દેશ ગંગાનો દેશ છે. આ અખંડ ભારતની રીત રહેણી, કહેણી અને ઍની સંસ્ક્રુતિ ની રીત કાંઈક અલગ છે.આ આર્યવ્રત દેશ આદી બ્રમ્હાની સ્રૂષ્ટિની રચના થી લઈને વર્તમાન ભારતની અખંડભાતીગળ ભાવભાહી અને ત્યાગ, તર્પણ અને અન્નનો અને બલિદાન, સમર્પણ અને આશરા નો મહિમા અખંડ છે.આ હિંદુસ્તાન ની પાવનધરા ઊપર આદિ શંકરાચાર્ય ભગવાન, જગદગુરુ શ્રી રામાનુજ ચાર્ય ….

ધર્મશાળા

સેવક સમાજ માટે વિશાળ ધર્મશાળા તેમજ રોકાણ માટેની વ્યવસ્થા

ગૌશાળા

રબારી સમાજનાં પ્રથમ ગાદીપતિ સદગુરુ શ્રી લબ્ધરામજી મહારાજની સાથે જગ્યામાં આવેલ ગાયો રૂપેણ અને રાંગણ બે ગાયોનો વંશ વેલો આજે ૫૦૦ ની સંખ્યામાં હયાત છે. વર્તમાન મહંત બાપુના પુરુષાર્થે ગામ જેગડવામાં ગાયોના ચરીયાણ માટે વિશાળ ગૌચર કલ્યાણદાસ બાપુ ફાર્મમાં ગાયોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ફાર્મમાં સ્વામી લબ્ધરામજી મહારાજ સ્મૃતિ મંદિરનું તાજેતરમાં ભુમિપુજન પુ. મહંત બાપુ, રાજાભાઈ ભગત કાહવા અને ઝાલાવાડ પ્રદેશનાં રબારી સમાજનાં આગેવાનોની ઉપસ્થિતીમાં થયેલ છે. પરમ વંદનીય વિશ્વવિભુતિ સંત શ્રી મોરારીબાપુના પાવન પગલે આ ફાર્મમાં તા. ૨૦-૨-૨૦૧૫ના રોજ વટેશ્વર ગૌશાળાના પ્રારંભ સમારોહ યોજવામાં આવેલ.

અન્નક્ષેત્ર

સમગ્ર ભારત દેશનાં ધાર્મિક સ્થળો જેવા કે ઉજજેન, નાસિક,પ્રયાગરાજ, હરિદ્વારના માંગલિક પર્વ પ્રસંગે જગ્યા દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. દરરોજ મંદિરનાં અન્નક્ષેત્રમાં ૧૨૦૦ દર્શનાર્થી માટે પ્રસાદની વ્યવસ્થા નાત-જાતના ભેદભાવ વગર અઢારે વરણના લોકોને પ્રસાદનોલાભ- રોકાવા માટે ધર્મશાળાની સુંદર નિઃશુલ્ક સેવા શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પુરી પાડવામાં આવે છે.

શિક્ષણ સેવા

સદગુરુ શ્રી ગોમતીદાસબાપુ – કુમાર છાત્રાલય, સુરેન્દ્રનગર
હાલ ૨૦૦ કુમાર શિક્ષણ મેળવે છે.
આ છાત્રાલય ૪૫ વર્ષથી અવિરત ચાલુ છે.
સદગુરુ શ્રી કલ્યાણદાસબાપુ કન્યા છાત્રાલય, સુરેન્દ્રનગર
હાલ ૧૫૦ કન્યાઓ શિક્ષણ મેળવે છે.

Loading...

દુધરેજ વડવાળા ધામ ની વેબસાઈટ માં આપણું સ્વાગત છે .