ગૌશાળા

રબારી સમાજનાં પ્રથમ ગાદીપતિ સદગુરુ શ્રી લબ્ધરામજી મહારાજની સાથે જગ્યામાં આવેલ ગાયો રૂપેણ અને રાંગણ બે ગાયોનો વંશ વેલો આજે ૫૦૦ ની સંખ્યામાં હયાત છે. વર્તમાન મહંત બાપુના પુરુષાર્થે ગામ જેગડવામાં ગાયોના ચરીયાણ માટે વિશાળ ગૌચર કલ્યાણદાસ બાપુ ફાર્મમાં ગાયોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ફાર્મમાં સ્વામી લબ્ધરામજી મહારાજ સ્મૃતિ મંદિરનું તાજેતરમાં ભુમિપુજન પુ. મહંત બાપુ, રાજાભાઈ ભગત કાહવા અને ઝાલાવાડ પ્રદેશનાં રબારી સમાજનાં આગેવાનોની ઉપસ્થિતીમાં થયેલ છે. પરમ વંદનીય વિશ્વવિભુતિ સંત શ્રી મોરારીબાપુના પાવન પગલે આ ફાર્મમાં તા. ૨૦-૨-૨૦૧૫ના રોજ વટેશ્વર ગૌશાળાના પ્રારંભ સમારોહ યોજવામાં આવેલ.