શ્રી વડવાળા મંદિર દુધરેજધામ માં દરરોજ ૨૪ કલાક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.જ્યાં દરરોજના ૧૦૦૦ થી ૧૫૦૦ દર્શનાર્થીઓ તેમજ સાધુ – સંતો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે.
શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા ઉતમ ઓલાદના રક્ષણ માટે ગૌશાળા (૧) શ્રી વડવાળા મંદિર ગૌશાળા (૨) શ્રી વટેશ્વર ગૌશાળા – જેગડવા ચલાવવામાં આવે છે.
શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા શૈક્ષણિક પ્રવુતિ (1) સદગુરૂ શ્રી ગોમતીદાસબાપુ કુમાર છાત્રાલય (2) સદગુરૂ શ્રી કલ્યાણદાસબાપુ કન્યા છાત્રાલય તેમજ શ્રી વડવાળા દેવ સરસ્વતી વિધાલય ચલાવવામાં આવે છે
જન્માષ્ટમી પર્વ,દિપાવલી,હોળી – ધુળેટી તેમજ ગુરૂ પુર્ણિમા જેવા પાવન પ્રસંગોમા શ્રી વડવાળા મંદિર દુધરેજધામમાં અંદાજીત ૨ થી ૩ લાખ જેટલા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે જેમના રહેવા તથા જમવા માટેની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે.
Copyrights © dudhrejvadwala All rights reserved | Powered by PixelFortis